કેશોદમાં વોર્ડ નં.૬ના નાગરિકો માટે આરતીબેન સાંગાણીના જનસંપર્ક કાર્યાલયનો ભવ્ય પ્રારંભ!

કેશોદ શહેરના વોર્ડ નંબર-૬ના નાગરિકોની સુખાકારી, સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના ઉદ્દેશ્ય સાથે નગરપાલિકાના વોર્ડ નં.૬નાં સભ્ય શ્રીમતી આરતીબેન નીતિનકુમાર સાંગાણીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જનસેવા અને વિકાસના અભિગમને આગળ ધપાવવાના હેતુથી આ કાર્યાલય નાગરિકો અને જનપ્રતિનિધિ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીન તથા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન અને પ્રેરણાથી જનકલ્યાણની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે અને લોકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવે તેવા આશય સાથે કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નં. ૬ના રહીશોને પીવાના પાણી, ગટર, લાઈટ, સફાઈ સહિતની પાયાની નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કરવા અને તેમની ફરિયાદોના નિરાકરણ માટે આ કાર્યાલય ઉપયોગી સાબિત થશે. નાગરિકોને પોતાની રજૂઆતો માટે સરળ માધ્યમ ઉપલબ્ધ થાય અને વોર્ડના વિકાસકાર્યોને વધુ વેગ મળે તે દિશામાં આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી ચંદુભાઈ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ, જૂનાગઢ, દેવાભાઈ માલમ ધારાસભ્યશ્રી-કેશોદ, શ્રીમતી પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા પ્રમુખશ્રી નગરપાલિકા, કેશોદ અને શહેરના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ વોર્ડના નાગરિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ઉદ્ઘાટન સમારોહમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો