WAKANER વાંકાનેર ‘દીકરાનો અકસ્માત થયો છે’ કહી સિક્યુરિટી ગાર્ડ સાથે ₹૪૮,૦૦૦ની છેતરપિંડી, પોલીસ ફરિયાદ દાખલ

WAKANER વાંકાનેર ‘દીકરાનો અકસ્માત થયો છે’ કહી સિક્યુરિટી ગાર્ડ સાથે ₹૪૮,૦૦૦ની છેતરપિંડી, પોલીસ ફરિયાદ દાખલ

વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલા અશોક લેલેન્ડના વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આધેડ સાથે ₹૪૮,૦૦૦ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાએ ખોટો મેસેજ મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ પૈસા પડાવી લેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા અને લાલપર પાસેના વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકસિંહ જોરૂભા જાડેજા (ઉં.વ. ૫૮)ને એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. ફોન કરનારે “હું તમને ઓળખું છું” તેમ કહીને વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ તેણે ફરિયાદીને કહ્યું કે, “તમારા બેંક ખાતામાં ભૂલથી ₹૪૮,૦૦૦ જમા થઈ ગયા છે.” આ વાતની ખાતરી કરાવવા માટે તેણે રૂપિયા જમા થયા હોવાનો એક બોગસ મેસેજ પણ મોકલી ફરિયાદીનું નામ-સરનામું આપી પૂરેપૂરો વિશ્વાસ કેળવી લીધો હતો.

ત્યારબાદ ગઠિયાએ ઈમોશનલ કાર્ડ રમતાં જણાવ્યું હતું કે, “મારા દીકરાનો અકસ્માત થયો છે અને હાલ મારે પૈસાની ખૂબ જ તાકીદે જરૂર છે.” ગઠિયાની વાતોમાં આવી ગયેલા અશોકસિંહે પોતાના ખાતામાં ખરેખર રકમ જમા થઈ છે કે નહીં તેની ખરાઈ કર્યા વિના માનવતાના ધોરણે મદદ કરવા PhonePe મારફતે પહેલા ₹૨૦,૦૦૦ અને ત્યારબાદ ₹૨૮,૦૦૦ મળી કુલ ₹૪૮,૦૦૦ ટ્રાન્સફર કરી આપ્યા હતા.

થોડા સમય બાદ બેંક ખાતું તપાસતાં તેમાં કોઈ રકમ જમા ન થઈ હોવાનું સામે આવતાં પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અશોકસિંહને અહેસાસ થયો હતો. આ મામલે તેમણે તુરંત વાંકાનેર તાલુકા પોલીસ મથકે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીનું પગેરું મેળવવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો