વિજયાદશમીએ કાલોલમાં રાવણ દહન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો ભવ્ય નજારો,ધારાસભ્ય સહિત હજારો નગરજનોની ઉપસ્થિતિ.

તારીખ ૨૦/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમા વિજયાદશમી પર્વ નિમિત્તે કાલોલ નગરપાલિકા દ્વારા રાવણ દહન ગ્રાઉન્ડ મહાકાળી મંદિર પાસે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં કાલોલ નગરપાલિકા ખાતેથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરીને રાવણ દહન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, જીલ્લા ભાજપ મંત્રી ડો પરાગભાઇ પંડ્યા,તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ,પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી,કારોબારી સમિતિના અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, પક્ષના નેતા હરિકૃષ્ણભાઇ પટેલ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ, પૂર્વ ઉપપ્રમુખ તુષારભાઈ શાહ, પૂર્વ કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ સહિત તમામ કોર્પોરેટરો સાથે નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં ખાસ કરીને ક્ષત્રિય સમાજના યુવકો પરંપરાગત સાફા પહેરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા એ પ્રસંગોચિત ઉદબોધન કરી તમામ નગરજનોને વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપ્યો હતો.ત્યારબાદ ભવ્ય આતશબાજી વચ્ચે રાવણનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. જ્યાં કોઈપણ આકસ્મિક દુર્ઘટના ટાળવા માટે કાલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવી હતી, જ્યારે સમગ્ર રૂટ અને કાર્યક્રમ સ્થળે કાલોલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો