WAKANER:વાંકાનેરના ખીજડીયા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પિતા-પુત્રો સહિત છ લોકો ઈજાગ્રસ્ત, બોલેરોમાં તોડફોડ

WAKANER:વાંકાનેરના ખીજડીયા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પિતા-પુત્રો સહિત છ લોકો ઈજાગ્રસ્ત, બોલેરોમાં તોડફોડ

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે જૂની બોલાચાલીની અદાવત રાખીને એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે લોહીયાળ અથડામણ સર્જાઈ છે. દુકાને બેઠેલા વેપારી પિતા-પુત્રો પર ૧૦ જેટલા શખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે હિંસક હુમલો કરી બોલેરો ગાડીમાં તોડફોડ મચાવી હતી. આ બનાવમાં વચ્ચે પડેલા અન્ય ગ્રામજનો સહિત કુલ છ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી વિગતો અનુસાર, ખીજડીયા ગામના પાદરમાં આવેલી ‘મોમાઈ ટ્રેડીંગ’ નામની કપાસીયા અને બોજાદાનની દુકાને ૩૨ વર્ષીય વેપારી સાગરભાઈ મોમભાઈ ડાભી, તેમના પિતા મોમભાઈ ભીમાભાઈ ડાભી તથા નાના ભાઈ જયંતીભાઈ હાજર હતા. તે દરમિયાન બે દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી ગામના જ ગોપાલ લખમણ સરૈયા, નારણ લખમણ સરૈયા, કેશુર લીલા સરૈયા, મહીપાલ નારણ સરૈયા, મહેશ નારણ સરૈયા, રણછોડ લીલા સરૈયા, ભૂપત લખમણ સરૈયા, પારસ લખમણ સરૈયા અને રતા સરૈયા સહિત દસ શખ્સો ગેરકાયદે મંડળી રચી હથિયારો સાથે ધસી આવ્યા હતા.

હુમલાખોરોએ “તમે બહુ પાવર કરો છો” કહી ગાળાગાળી કરી પાઈપ, ધોકા અને લાકડીઓ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ દુકાન પાસે પાર્ક કરેલી બોલેરો પીકઅપ ગાડી (GJ-36-V-3360)માં પણ ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. બુમાબુમ સાંભળીને વચ્ચે બચાવવા આવેલા ગ્રામજનો ભરતભાઈ પેલાભાઈ ગરીયા, ચંદુભાઈ મેઘાભાઈ ફાંગલીયા અને કુંવરજીભાઈ નવઘણભાઈ ફાંગલીયા પર પણ હુમલો કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં મોમભાઈ ડાભી અને જયંતીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે મોરબી તથા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. બનાવ અંગે સાગરભાઈ ડાભીની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે ગોપાલ સરૈયા સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો