ભુજના કુકમા ખાતે ‘સેફ ટચ-અનસેફ ટચ’ અને ‘સાયબર ક્રાઈમ’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ ઓક્ટોબર : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા ભુજ તાલુકાના કુકમા સ્થિત પ્રાથમિક માધ્યમિક શાળા ખાતે “બેટી બચાઓ, બેટી પઢાઓ” સેલ અંતર્ગત “સેફ ટચ–અનસેફ ટચ તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૨૦૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય મીતભાઈ મેર, DHEW ના SFL ક્રિષ્નાબેન ભુડિયા તથા સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ના પેરા લીગલ અર્ચનાબેન અને પારૂલબેન વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન SFL ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને સાયબર સલામતી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મોબાઇલ તથા ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ કરવા, અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ સ્વીકારવામાં સાવચેતી રાખવા, પોતાની વ્યક્તિગત માહિતી, પાસવર્ડ, OTP તથા ફોટા કે વિડિયો અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવા જણાવાયું હતું. વધુમાં, અજાણી લિંક પર ક્લિક ન કરવા અને સોશિયલ મીડિયા પર ગોપનીયતા જાળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાયબર છેતરપિંડી કે અયોગ્ય ઓનલાઈન પ્રવૃત્તિનો ભોગ બને ત્યારે ગભરાયા વગર વિશ્વાસું વાલી, શિક્ષક અથવા જવાબદાર વ્યક્તિને તુરંત જાણ કરવા સમજાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત, વિદ્યાર્થીઓને વિવિધ ઇમરજન્સી હેલ્પલાઇન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓને મુશ્કેલી કે હિંસા સમયે મદદરૂપ થતી ‘૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન’, તાત્કાલિક પોલીસ સહાય માટે ‘૧૧૨ જનરક્ષક’, સાયબર ફ્રોડ કે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે ‘૧૯૩૦ સાયબર હેલ્પલાઈન’ તથા બાળકોને શોષણ કે સંકટ સમયે રક્ષણ આપતી ‘૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ના પેરા લીગલઅર્ચનાબેન દ્વારા બાળકોને સેફ ટચ–અનસેફ ટચ અને વ્યક્તિગત સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વ્યક્તિગત સુરક્ષા,સાયબર સલામતી, જવાબદાર ડિજિટલ વર્તન અને મુશ્કેલીના સમયે યોગ્ય હેલ્પલાઈનનો સંપર્ક કરવા અંગે જાગૃતિ કેળવવાનો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો