HALVAD:હળવદના રાયસંગપર રોડ પર જમીન/રસ્તાના વિવાદમાં ખેડૂત પર ટોળાનો જીવલેણ હુમલો

HALVAD:હળવદના રાયસંગપર રોડ પર જમીન/રસ્તાના વિવાદમાં ખેડૂત પર ટોળાનો જીવલેણ હુમલો: પાક-ટપક પદ્ધતિને નુકસાન પહોંચાડી હાથ ભાંગી નાખ્યો, ૧૮ સામે ગુનો દાખલ

 

હળવદ તાલુકાના રાયસંગપર રોડ પર આવેલી વાડીમાં રસ્તાના પ્રશ્ને ચાલી રહેલા જૂના મનદુઃખમાં એક ખેડૂત પર હથિયારોથી સજ્જ ટોળાએ ઘાતકી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ વાડીમાં ગેરકાયદેસર પ્રવેશી પાક તેમજ ટપક સિંચાઈ પદ્ધતિમાં તોડફોડ કરી ખેડૂતને લોખંડની કોસ વડે માર મારી જમણા હાથે ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ મામલે હળવદ પોલીસે મહિલાઓ સહિત ૧૮ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રસ્તાની તકરારમાં ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું ટોળું

મળતી વિગતો અનુસાર, હળવદના કૃષ્ણનગરમાં રહેતા અને ખેતીકામ કરતા જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા (ઉં.વ. ૪૫)ની રાયસંગપર રોડ પર વાડી આવેલી છે. આ વાડીના રસ્તા બાબતે સામાપક્ષ સાથે અગાઉથી મનદુઃખ ચાલતું હતું. જેનો ખાર રાખીને આરોપીઓ પાઇપ, લોખંડની કોસ, લાકડીઓ અને સળિયા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે વાડીમાં ધસી આવ્યા હતા.

પાક-ટપક પદ્ધતિમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરોએ વાડીમાં ગેરકાયદેસર પ્રવેશી ઊભા પાક તેમજ ટપક સિંચાઈની પાઈપલાઈનમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતે જગદીશભાઈએ વિરોધ કરતાં ઉશ્કેરાયેલા ટોળાએ તેમની સાથે ગાળાગાળી કરી હિંસક હુમલો કર્યો હતો. જેમાં લોખંડની કોસ વડે ફટકો મારતાં જગદીશભાઈના જમણા હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. હુમલા બાદ આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.મહિલાઓ સહિત ૧૮ શખ્સો સામે નામજોગ ફરિયાદ આ હિંસક બનાવ અંગે જગદીશભાઈ સોનગ્રાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે:પુરુષ આરોપીઓ: વિપુલભાઈ હીરાભાઈ ચાવડા, કરશન અમરશી ચાવડા, સંજય નરશી, સુંડા નરશી, રોહીત કરશન, ભાવેશ હીરા, મહેશ ઈશ્વર, ચંદુ ગંગારામભાઈ (તમામ રહે. હળવદ) તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો.મહિલા આરોપીઓ: રૂખીબેન નરશીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઈ, હીરાબેન કરશનભાઈ, લીલાબેન હીરાભાઈ, તેજલબેન રોહીતભાઈ અને વિપુલભાઈના પત્ની (તમામ રહે. હળવદ).હળવદ પોલીસે રાયોટિંગ, મારામારી, ધાકધમકી તેમજ નુકસાની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો