કચ્છ જિલ્લાની મહિલા પશુપાલકોનો બનાસ ડેરી ખાતે પાંચ દિવસીય પ્રેરણા પ્રવાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

DAY-NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથની મહિલાઓએ ડેરી ઉદ્યોગ અને આધુનિક કૃષિ અંગે મેળવ્યું માર્ગદર્શન

ભુજ,તા-૨૧ ઓક્ટોબર : જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છના નિયામક નિકુંજ પરીખના માર્ગદર્શન હેઠળ, DAY-NRLM યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની મહિલા પશુપાલકો માટે તા. ૧૫/૧૦/૨૦૨૬ થી ૧૯/૧૦/૨૦૨૬ દરમિયાન બનાસ ડેરી ખાતે પાંચ દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રેરણા પ્રવાસ દરમિયાન કચ્છની મહિલા પશુપાલકોએ બનાસ ડેરી ખાતેના વિવિધ ડેરી પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ડેરી ઉદ્યોગની આધુનિક કામગીરી, દૂધ પ્રોસેસિંગ, દૂધની બનાવટોમાં મૂલ્યવર્ધનથી ડેરી વ્યવસ્થાપન અંગે તજજ્ઞો પાસેથી વિસ્તૃત માહિતી અને સીધું માર્ગદર્શન મેળવ્યું હતું.આ ઉપરાંત, આ પ્રવાસમાં મહિલાઓએ દાંતીવાડા ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટી તથા વિવિધ ઓર્ગેનિક ફાર્મ અને FPO (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) ની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા તેઓએ કૃષિ, પશુપાલન અને આજીવિકા આધારિત વિવિધ નફાકારક પ્રવૃત્તિઓ અંગે નિષ્ણાતો પાસેથી વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.આ પ્રવાસના માધ્યમથી મહિલા પશુપાલકો ડેરી અને કૃષિ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત સંસ્થાઓની કામગીરીથી પરિચિત થઈ પોતાની વ્યવસાયિક સમજ, કૌશલ્ય અને આજીવિકાની તકોમાં વધારો કરવા સક્ષમ બની શકશે. DAY-NRLM યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી આ મહિલાઓને પશુપાલન અને અન્ય આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓને વધુ સક્ષમ તથા આવકવર્ધક બનાવવા માટે આ પ્રેરણા પ્રવાસ ખૂબ જ ઉપયોગી અને માર્ગદર્શક બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલા પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લઈ નવીનત્તમ પદ્ધતિઓ વિશે જાણવાનો સકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો