MORBI:મોરબીના હરીપર કેરાળામાં મકાન ભાડું માંગવા બાબતે ધીંગાણું: વૃદ્ધા સહિત બે વ્યક્તિ પર હુમલો, બે સામે ફરિયાદ

MORBI:મોરબીના હરીપર કેરાળામાં મકાન ભાડું માંગવા બાબતે ધીંગાણું: વૃદ્ધા સહિત બે વ્યક્તિ પર હુમલો, બે સામે ફરિયાદ

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામમાં મકાન ભાડું માંગવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર તકરાર બાદ મારામારી સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હિંસક અથડામણમાં એક વૃદ્ધા અને અન્ય એક પુરુષને ઈજાઓ પહોંચતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હરીપર (કે) ગામે રહેતા રેખાબેન સુરેશભાઈ પાંચિયા (ઉં.વ. ૬૦) નામના વૃદ્ધાએ અમિત પટેલ અને દીપેશ પટેલ નામના બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી અમિત પટેલે મકાન ભાડું માંગવા બાબતે કિરણબેન સાથે જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી શરૂ કરી હતી.

આ તકરાર વધી જતાં ફરિયાદી રેખાબેન તેમજ કિરણબેન, લક્ષ્મણભાઈ અને મેહુલભાઈ વચ્ચે પડી આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કરવા ગયા હતા. જોકે, આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી ચાલુ રાખી હતી અને લાકડાના ધોકા વડે લક્ષ્મણભાઈ પર હુમલો કરી હાથના ભાગે મુંઢ માર માર્યો હતો.વચ્ચે પડી મામલો શાંત પાડવા ગયેલા વૃદ્ધા રેખાબેનને આરોપીઓએ જોરથી ધક્કો મારતા તેઓ જમીન પર પટકાયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સમગ્ર બનાવ અંગે ઈજાગ્રસ્ત વૃદ્ધાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો