MORBI:મોરબી-નવલખી રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત: ૨ યુવાનોના મોત, બાળકો સહિત ૮ ઈજાગ્રસ્ત  

MORBI:મોરબી-નવલખી રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત: ૨ યુવાનોના મોત, બાળકો સહિત ૮ ઈજાગ્રસ્ત

મોરબીના નવલખી રોડ પર આવેલ બરવાળા ગામ પાસે ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનામાં બાળકો સહિત કુલ ૧૦ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી અને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ગંભીર ઈજાઓના કારણે બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મહેન્દ્રભાઈ મોવેલ (ઉંમર વર્ષ ૪૩)​શંકરભાઈ અજનાર (ઉંમર વર્ષ ૩૩) ઈજાગ્રસ્તોની યાદી: ​રાકેશભાઈ મોવેલ (ઉંમર વર્ષ ૫૦) બાબુભાઈ મોવેલ (ઉંમર વર્ષ ૪૦) દરબાર વસુનિયા (ઉંમર વર્ષ ૩૫)
​ભંગડી વસુનિયા (ઉંમર વર્ષ ૩૦),દિનેશભાઈ મોવેલ (ઉંમર વર્ષ ૨૫),રાધિકા વસુનિયા (ઉંમર વર્ષ ૧૩),અક્ષય વસુનિયા (ઉંમર વર્ષ ૧૧),લાલો મોવેલ (ઉંમર વર્ષ ૧૬)

ઈજાગ્રસ્ત થયેલા તમામ ૮ લોકોને હાલ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો પરેશાન: આગામી ૨ દિવસમાં સમારકામ નહીં થાય તો ચક્કાજામની ચીમકી મોરબી નવલખી ફાટકથી લઈને નવલખી સુધીના રોડ પરથી જેપુર, પીપળીયા વગેરે ગામોના હજારો વાહનો રોજ પસાર થાય છે, પરંતુ રસ્તાઓની હાલત અતિશય બિસ્માર હોવાથી વાહનચાલકો સતત અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

​પીપળીયા ગામના પંચાયત સભ્ય અલ્પેશ કોઠિયાએ વિકાસની વાતો કરતી સરકાર અને સ્થાનિક ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નેતાઓની વાતો માત્ર કાગળ પર અને પોકળ સાબિત થઈ રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આગામી બે દિવસમાં નવલખી ફાટકથી નવલખી સુધીના રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે, તો આસપાસના તમામ ગામોના સરપંચો તથા ગ્રામજનોને સાથે રાખીને રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો