MORBI:સીમા જાગરણ મંચ મોરબી દ્વારા સરહદી ગામોમાં શક્તિ પૂજન: ૭૦૦ જેટલી બાળાઓને લહાણી આપી પ્રોત્સાહિત કરાઈ


મોરબી:સીમા જાગરણ મંચ (મોરબી જિલ્લો) દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ અંતર્ગત સરહદી અને સીમાવર્તી વિસ્તારોમાં શક્તિ પૂજન તેમજ શસ્ત્ર પૂજનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ગરબે ઘૂમતી ૭૦૦ જેટલી બાળાઓને પ્રોત્સાહક લહાણીનું વિતરણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

રાષ્ટ્રભાવના અને સંસ્કૃતિના જતન અર્થે સીમા જાગરણ મંચ દ્વારા સરહદી વિસ્તારના કુલ ૯ ગામોમાં આ લહાણી વિતરણ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં:ઝીંઝુડા – બેલા – ઉંટબેટ સામપર – બોડકી – માળીયા – દેવગઢ – વર્ષામેડી – બગસરા – હરીપર આ તમામ ગામોમાં આયોજિત કાર્યક્રમો દરમિયાન ગ્રામજનો અને બાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરહદી ક્ષેત્રમાં સંસ્કાર સિંચન અને રાષ્ટ્રીય ચેતના જગાડવાના આ સ્તુત્ય પ્રયાસને સ્થાનિક અગ્રણીઓએ બિરદાવ્યો હતો.













