ડાંગ જિલ્લાના વઘઈ બજારમાંથી ગુમ થયેલો રૂ. ૩૯,૯૯૯નો કિંમતી મોબાઈલ વઘઈ પોલીસે શોધી મૂળ માલિકને સોંપ્યો..

વાત્સલયમ સમાચાર

મદન વૈષ્ણવ

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વઘઈ બજારમાં ખિસ્સા માંથી પડી જતા ગુમ થયેલો મોબાઈલ મૂળ માલિકને સુપરત કરાયો

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નાકા ફળિયામાં રહેતા અંકિતભાઈ રમેશભાઈ ધુમ ગત તારીખ ૦૯/૧૦/૨૦૨૬ના રોજ વઘઈ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના ખિસ્સામાંથી આશરે રૂ. ૩૯,૯૯૯ની કિંમતનો ‘OPPO Reno 14’ મોડેલનો મોબાઈલ ફોન ક્યાંક પડી જતાં ગુમ થયો હતો. આ અંગે અરજદારે તારીખ ૧૦/૧૦/૨૦૨૬ના રોજ વઘઈ પોલીસ સ્ટેશન ખાતે પોતાનો ગુમ થયેલ મોબાઈલ શોધી આપવા અંગે અરજી આપી હતી.અરજી મળતાં જ વઘઈ પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુમ થયેલ મોબાઈલ ફોનની ટેકનિકલ વિગતો મેળવી, ટેકનિકલ એનાલિસિસ અને ઉપલબ્ધ સોર્સનું વિશ્લેષણ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસની આ સતત અને સઘન તપાસના પરિણામે ગુમ થયેલો કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી.ઓળખ-ખાતરી અને કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને અરજદાર અંકિતભાઈ રમેશભાઈ ધુમને તેમનો મોબાઈલ સહીસલામત પરત સોંપ્યો હતો. ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ પોતાનો ખોવાયેલો કિંમતી ફોન પરત મળતાં અરજદારે વઘઈ પોલીસની આ કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો