રાજપારડીમાં રાજપૂત યુવા સંઘ દ્વારા વિજયાદશમીની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને પરંપરાગત શસ્ત્ર પૂજન યોજાયું!


algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th, icon:null, weatherInfo:100;temperature: 48;


algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 157.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 46;


: 0;AI_Scene: (-1, -1);aec_lux: 119.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;

algolist: 0;
: 41;

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રાજપૂત યુવા સંઘ દ્વારા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજપૂત સમાજની શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક સમાન આ મહોત્સવમાં યુવરાજ સાહેબ ઓફ રાજપીપલા સ્ટેટ માનવેન્દ્રસિંહજી ગોહિલ તેમજ રાજપારડી સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.રાજપારડીના માધવપુરા વિસ્તારમાંથી પરંપરાગત વેશભૂષામાં સજ્જ રાજપૂત યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા રાજપારડી નગરના વિવિધ માર્ગો અને મુખ્ય ચાર રસ્તા પરથી પસાર થતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર,તેમજ ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ને ફુલહાર કરી શોભાયાત્રા નગર ભ્રમણ કર્યા બાદ રાજપારડી ચાર રસ્તા નજીક આવેલી હાઇસ્કૂલના મેદાન ખાતે પહોંચી હતી. અહીં ક્ષત્રિય સમાજના આગેવાનો અને વડીલોના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ક્ષત્રિય સમાજની વર્ષો જૂની શૌર્યગાથા, વીરતા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિજયાદશમીના પાવન પર્વે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સમાજના યુવાનોમાં એકતા, સંસ્કાર અને પરંપરા પ્રત્યેનો ગૌરવભાવ જોવા મળ્યો હતો.રાજપારડીમાં રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત આ દશેરા મહોત્સવમાં શોભાયાત્રા, અને પરંપરાગત શસ્ત્ર પૂજન દ્વારા ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઈરફાન ખત્રી
રાજપારડી










