પાવાગઢ ખાતે આસો નવરાત્રી નિમિત્તે જતાં યાત્રાળુઓ માટે એસ.ટી.વિભાગ, ગોધરા દ્વારા 55 વધારાની બસોનું આયોજન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૯.૨૦૨૬

આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા પવિત્ર આસો નવરાત્રીના તહેવાર દરમિયાન પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ અને મુસાફરોની સુવિધા માટે એસ.ટી. વિભાગ, ગોધરા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.વિભાગ દ્વારા તારીખ ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૬/૧૦/૨૦૨૬ સુધી પાવાગઢ રૂટ માટે ૫૫ જેટલી વધારાની બસો ફાળવવામાં આવી છે. આ વ્યવસ્થાનું સુચારુ સંચાલન થાય તે માટે એસ.ટી. વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને ‘રાઉન્ડ ધી ક્લોક’ ફરજ સોંપવામાં આવી છે.મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સ્થળ પર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા તેમજ બસમાં ચડવા-ઉતરવા માટે ક્યુ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થા પર વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા સતત રાઉન્ડ ધી ક્લોક હાજર રહીને મોનીટરીંગ કરવામાં આવશે.ગોધરા એસ.ટી. વિભાગીય નિયામકશ્રી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા તથા દર્શનાર્થીઓને આ સુંદર અને સુચારુ એસ.ટી. સુવિધાનો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો