રીપોર્ટ આસીફ લુણાવાડા

કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. એમ.કે. ખાંટનાઓએ મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. વિશ્વજીતસિંહ હરીશચંદ્રસિંહ તથા આ.હે.કો. ભવદીપસિંહ પુષ્પતસિંહ તથા આ.પો.કો. ભરતભાઇ રણછોડભાઇ તથા અ.પો.કો. મહેંદ્રસિંહ નંદુસિંહ નાઓને સંયુકત બાતમી મળેલ કે એક શંકાસ્પદ ઇસમ લાલસર ચોકડી પાસે દુકાનોની આસપાસ ફરે છે અને તેની પાસે સીલ્વર કલરનો ધાતુનો બિસ્કીટ છે અને વેચાણ કરવાની ફિરકમાં છે, જે ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઇ એક ઇસમને ઝડપી એલ.સી.બી. ઓફીસ લાવી ઉંડાણ પુર્વક પુછ-પરછ કરતા ઇસમે ગઇ તારીખ ૩૦/૦૮/૨૦૨૬ના રોજ નાથગરના મુવાડા બંધ મકાનમાંથી ચોરી કરેલાની કબુલાત કરેલ, જે અંગે કોઠંબા પો.સ્ટે. ખાત્રી કરતા કોઠંબા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩)(૪)નો ગુન્હો રજીસ્ટર થયેલ હોવાનુ જણાઇ આવતા સદરી ઇસમ પાસેથી ચાંદીનો બિસ્કીટ નંગ-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- નો કબ્જે લઇ ઇસમને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. .










