માંગરોળ આઈટીઆઈ ખાતે વાર્ષિક દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો

રોજગાર અને તાલીમ નિયામકશ્રીના નેતૃત્વ હેઠળ સરકારી આઈ.ટી.આઈ. માંગરોળ ખાતે વાર્ષિક ‘દીક્ષાંત સમારોહ’ ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ સમગ્ર આયોજન સંસ્થાના આચાર્ય જે.એસ.ધોળકિયા ના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શીલ ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરપંચ હરેશભાઈ ચુડાસમાએ તાલીમાર્થીઓને કૌશલ્ય, પરિશ્રમ અને સમર્પણ થકી ઉદ્યોગજગતમાં અગ્રેસર રહેવા પ્રેરક આહ્વાન કર્યું હતું. આચાર્ય જે.એસ.ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કૌશલ્ય વિકાસને આત્મનિર્ભરતાની આધારશિલા ગણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સમારોહનો મુખ્ય ઉદ્દેશ ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર પ્રતિભાઓનું અભિવાદન કરી હાલ અભ્યાસ કરતા તાલીમાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કરવાનો હતો. સપ્ટેમ્બર ૨૦૨૬માં ઉત્તીર્ણ થયેલા વિવિધ ટ્રેડ્સના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.અને ઉત્તીર્ણ તાલીમાર્થીઓએ પોતાના અભ્યાસ અને અનુભવો વર્ણવી જુનિયર તાલીમાર્થીઓ માટે સફળતાનો પથ પ્રશસ્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન આઈ.ટી.આઈ. સ્ટાફ પરિવાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

દિવાળીના તહેવાર પૂર્વે વિજાપુર વોર્ડ નં. 5 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ ગટરના બ્લોકેજ દૂર કરવા રોડનું ખોદકામ કરી ડ્રેનેજ મશીનથી સફાઈ કરાઈ, રહેવાસીઓને તહેવાર દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન

Horoscope

Weather

વધુ વાંચો

દિવાળીના તહેવાર પૂર્વે વિજાપુર વોર્ડ નં. 5 માં ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ ગટરના બ્લોકેજ દૂર કરવા રોડનું ખોદકામ કરી ડ્રેનેજ મશીનથી સફાઈ કરાઈ, રહેવાસીઓને તહેવાર દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો