કાલોલના સગનપુરામાં દીપડો પાંજરે પુરાઇ જતા ડુંગર વિસ્તારમાં દીપડાની દહેશતનો અંત, ગ્રામજનોએ અનુભવી રાહત.

તારીખ ૦૪/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સગનપુરા ગામે આજરોજ વનવિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કાલોલ તાલુકાના ડુંગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હિલચાલ વધી ગઈ હતી. શિકારની શોધમાં દીપડો રહેણાંક વિસ્તારો, સીમ વિસ્તારો, ખેતરો અને કોતરોમાં અવારનવાર દેખાવાના વિડિયો વાયરલ થઈ રહ્યા હતા. જ્યાં ચાલુ મહિને જ કાલંત્રા ગામના એક સીસીટીવી કેમેરામાં દીપડો છાપરામાં ઘૂસીને ગૌવંશ પર હુમલો કરતો હોવાનું દ્રશ્ય કેદ થયું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ બાબતની જાણ વનવિભાગને થતા વનવિભાગ દ્વારા તાત્કાલિક ડુંગર વિસ્તાર સહિત અસરગ્રસ્ત ગામોમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા. આજરોજ સગનપુરા ખાતે મૂકેલા પાંજરામાં દીપડો પુરાઈ જતા વનવિભાગે તેનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.દીપડો પાંજરે પુરાતા સગનપુરા સહિત આસપાસના ગામોના લોકોએ રાહત અનુભવી છે.

61
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો