વિજાપુર ના બિલિયા મોરવાડ ગામે ખેતરો માં દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ, ખેડૂતોને નિયંત્રણ માટે ખેતી વિભાગનું માર્ગદર્શન

વિજાપુર ના બિલિયા મોરવાડ ગામે ખેતરો માં દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ, ખેડૂતોને નિયંત્રણ માટે ખેતી વિભાગનું માર્ગદર્શન
સમયસર પગલાં નહીં લેવાય તો ઉત્પાદન ઘટવાની ભીતિ : પક્ષી ટેકા, પ્રકાશપિંજર અને જંતુનાશક દવાના છંટકાવની ભલામણ
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં બિલિયા મોરવાડ ગામો માં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ જોવા મળતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે આ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા વચ્ચે ખેતી વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અને સમયસર નિયંત્રણનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ વિજાપુર દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઘોડિયા ઈયળ દિવેલાના કુમળા પાન અને પાનની નસો સિવાયનો લીલો ભાગ ખાઈ જાય છે. જેના કારણે છોડ પાન રહિત બની ઝાંખરા જેવા દેખાવા લાગે છે. જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો દિવેલાની માળને પણ નુકસાન પહોંચે છે, જેથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના રહે છે.
આ જીવાતના નિયંત્રણ માટે ખેડૂતોને ખેતરમાં એક એકરે આશરે ૪૦ પક્ષી ટેકા ઊભા કરવા, એક એકરે એક કિલો મમરા અથવા રાંધેલા ભાત ખેતરમાં છૂટા નાખવા તેમજ ફૂંદાઓને આકર્ષવા પ્રકાશપિંજર ગોઠવવા ખેતી વિભાગે સૂચન કર્યું છે.
વધુમાં રાસાયણિક નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઇ.સી. ૨૦ મિલી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇ.સી. સાથે સાયપરમેથ્રિન ૫ ઇ.સી. અથવા પ્રોફેનોફોસ ૪૦ ઇ.સી. સાથે સાયપરમેથ્રિન ૪ ઇ.સી.ના મિશ્રણનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે. દવાનો છંટકાવ શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે કરવો જે પાક માટે ઘણો હિતાવહ રહે છે.
ખેતી વિભાગે વિજાપુર તાલુકાના ખેડૂતોને દિવેલાના પાકને જીવાતથી બચાવવા સમયસર નિયંત્રણના પગલાં લેવા અને ઉત્પાદન જાળવી રાખવા અપીલ કરી છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી અથવા મદદનીશ ખેતી નિયામક, પેટા વિભાગ વિજાપુરનો સંપર્ક કરી શકે છે.
61
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો