ભિલોડા – ભટેળામાં રસ્તાના સર્વેની અરજી બાબતે બબાલ: ખેડૂતને માર મારી લાકડીના ઘા ઝીંક્યાનો આક્ષેપ, ત્રણ સામે ફરિયાદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – ભટેળામાં રસ્તાના સર્વેની અરજી બાબતે બબાલ: ખેડૂતને માર મારી લાકડીના ઘા ઝીંક્યાનો આક્ષેપ, ત્રણ સામે ફરિયાદ

ભિલોડા તાલુકાના ભટેળા ગામે ઘરે જવા માટેના રસ્તાના સર્વેની બાબતે તકરાર થતાં મારામારીની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ છે. રસ્તાના સર્વે માટે આવેલી ટીમ સાથે સ્થળ તપાસ પૂર્ણ કરીને પરત ફરતી વખતે ત્રણ વ્યક્તિઓએ ગાળાગાળી કરી માર માર્યો હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.

ફરિયાદી શંકરભાઈ ગોમાભાઈ બરંડા (ઉં.વ. 42), રહે. ભટેળા, ખેતીકામ અને ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. ફરિયાદ મુજબ, ઘરે જવા માટે રસ્તાની મુશ્કેલી હોવાથી તેમણે આશરે ત્રણ મહિના અગાઉ ભિલોડા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ અરજીના આધારે ગત 29 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે મામલતદાર કચેરીના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હતા.

સ્થળ તપાસ પૂર્ણ થયા બાદ ફરિયાદી અને ગામના અન્ય લોકો પરત ફરી રહ્યા હતા, ત્યારે બીપીનભાઈ ધર્માભાઈ બરંડા અને તેમનાં પત્ની આશાબેન ત્યાં આવી પહોંચ્યાં હતાં. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રસ્તાના સર્વે માટે કેમ બોલાવ્યા તેમ કહી બીપીનભાઈએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આશાબેને ફરિયાદીની ફેંટ પકડી લાફો માર્યો હોવાનો પણ આક્ષેપ છે.

આ ઉપરાંત, કૃષ્ણભાઈ બીપીનભાઈ બરંડા લાકડી લઈને આવ્યા હતા અને ફરિયાદીના ડાબા લમણા પર લાકડીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્રણેય વ્યક્તિઓએ ગાળાગાળી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદી શંકરભાઈએ જણાવ્યું હતું કે, ઈજાને પગલે તેઓ 30 ઓક્ટોબરના રોજ ભિલોડા સરકારી દવાખાનામાં સારવાર માટે ગયા હતા. ત્યારબાદ તેમણે ભિલોડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. આ મામલે કાયદેસરની તપાસની માગ સાથે ફરિયાદ નોંધાવવા તેઓ પરિવારજનો સાથે પોલીસ સમક્ષ હાજર થયા હતા.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો