નવસારી LCBની ટીમે ગુજરાત અને મહારાષ્ટ્રના પાંચ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા સિકલગર ગેંગના આરોપીને ઝડપી પાડ્યો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી એલસીબી પોલીસની ટીમે દિવાળીના તહેવારને અનુલક્ષીને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા નવસારી જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના ઘરફોડ ચોરીના પાંચ અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા સિકલગર ગેંગના 23 વર્ષીય આરોપી સુનીલસિંગ ઘુઘરૂસિંગ બહાદુરસિંગ તિલપીતીયાને નવસારીના વિરાવળ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત રેન્જ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) દ્વારા મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને પકડવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI લલિતભાઈ અશોકભાઈ અને HC લાલુસિંહ ભરતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી સુનીલસિંગને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ મુજબ આરોપી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીના પાંચ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જેમાં બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનનો એક ગુનો તથા મહારાષ્ટ્રના ધુલે શહેર, પશ્ચિમ દેવપુર અને અમલનેર પોલીસ સ્ટેશનના ચાર ગુનાઓનો સમાવેશ થાય છે.

આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન તથા સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નવસારી LCBની આ કામગીરીથી આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

61
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો