વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ, તા-૩૦ સપ્ટેમ્બર : ભાતીગળ મેળો બન્યો માહિતીનો મેળો, કેન્દ્રીય સંચાર બ્યુરો, ભૂજનું પ્રશંસનીય આયોજન પીએમ સેલ્ફી પોઇન્ટ, ટચ સ્ક્રીન પર ક્વિઝ, સિગ્નેચર કેમ્પેઇન, વિભિન્ન ફોટો બુથ અને કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર રાજ્યના ગ્રામીણ અને છેવાડાનાં વિસ્તારમાં વસતા જનજન સુધી યોજનાકીય માહિતી મળે અને દેશના અભિયાનો અંગે જાગરૂતતા ફેલાય તેવા આશય સાથે મોટા યક્ષનાં મેળામાં યોજાયેલ મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન ખૂબ પ્રશંશનીય રહ્યું છે. સાચી અને સચોટ જાણકારી હશે તો જ ગ્રામીણ લોકો પણ સરકારની યોજનાનો લાભ મેળવી શકશે. ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભુજ દ્વારા કરેલી કામગીરી ખરેખર સરાહનીય રહી છે.કેન્દ્ર સરકારના માહિતિ અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ભૂજ દ્વારા મોટા યક્ષનાં મેળામાં વિકસિત ભારત 2047 અને સ્વચ્છતા હી સેવા વિષય અંતર્ગત પાંચ દિવસીય ભવ્ય પ્રદર્શનના પ્રત્યેક દિને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે જાણકારી આપતા વક્તવ્ય તેમજ વિભિન્ન સ્પર્ધાઓની સાથે સ્વચ્છતા હી સેવા – સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, ફિટ ઇન્ડિયા કેમ્પેઇન, એક પેડ માં કે નામ અભિયાન, મિશન લાઈફ અંગે લોકજાગરૂતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવા તેમજ અભિયાનમાં લોક ભાગીદારી વધારવા મંચ પરથી સ્વચ્છતાના શપથની સાથે પ્લાસ્ટીક બેગના ઉપયોગને બંધ કરવાની અપીલ સાથે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વચ્છતા કેપ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ બહોળી સંખ્યામાં ગ્રામીણ લોકોએ લીધેલી પ્રદર્શનની મુલાકાત અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ થકી મેળવેલી જાણકારીથી સંતોષ પામેલા લોકોથી મળેલા પ્રતિસાદને કાર્યક્રમની સફળતા ગણાવી હતી સાથે જ આ તબક્કે કચ્છ જિલ્લા અને નખત્રાણા તાલુકા વહિવટી તંત્ર, પ્રાંત મામલતદાર કચેરી તેમજ સાયરા જૂથ ગ્રામ પંચાયત તરફથી મળેલા સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રદર્શનમાં પીએમ સેલ્ફી પોઇન્ટ, ટચ સ્ક્રીન પર રમાતી ક્વિઝ, સ્વચ્છતા શપથ સિગ્નેચર કેમ્પેઇન, જુદા જુદા ફોટો બુથ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નાટક,ગીત જેવા મનોરંજક કાર્યક્રમો દ્વારા સરળતાથી જાણકારી અને સંદેશને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથેજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી વિજેતાઓને ઇનામ આપી પુરસ્કૃત પણ કરવામાં આવ્યાં છે. સાથે જ માહિતીપ્રદ પત્રિકાઓ અને પુસ્તિકાઓનું પણ મુલાકાતીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રના વિભિન્ન વિભાગોનાં વિવિધ સ્ટોલ્સ પરથી મુલાકાતીઓને જુદીજુદી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મલ્ટી મીડિયા પ્રદર્શનનાં સુચારુ આયોજન માટે કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભૂજના અઘિકારી કમલેશ મહેશ્વરી અને કર્મચારી મહેશ ગુસાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર પાંચ દિવસીય કાર્યક્રમનો બહુ મોટી સંખ્યામાં મેળાનાં મુલાકાતીઓ વિશેષ કરીને ગ્રામીણ લોકોએ લાભ લીધો છે. જે કાર્યક્રમની સફળતા છે. મોટા યક્ષનો ભાતીગળ મેળો માહિતીનો મેળો પણ બની રહ્યો જેનો આનંદ ગ્રામીણ લોકોએ વ્યક્ત કર્યો હતો.












