અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – નવરાત્રિમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકા – સીસીટીવી માં ઘટના કેદ
જૈન દેરાસર પાસે વિશાનીમા પંચની વાડી નજીકની ઘટના CCTVમાં કેદ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. જૈન દેરાસર પાસે વિશાનીમા પંચની વાડી નજીક પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલની ચોરી કરતા ત્રણ શખ્સો CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.મળતી વિગતો મુજબ, મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ પાર્ક કરેલી બાઈકમાંથી પેટ્રોલની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સામે આવેલા દૃશ્યોમાં શખ્સો બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં આવી ઘટનાઓને પગલે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. જાહેર સ્થળોએ પાર્ક કરેલાં વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરતી પ્રવૃત્તિઓ સામે રોક લગાવવા અને CCTV ફૂટેજના આધારે શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સમક્ષ માંગ ઊઠી છે.હાલ આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને શખ્સોની ઓળખ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી










