રણાસણમાં આંગણ મિલન સેવા અને આંગણનો ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો પોષણ ચેમ્પિયન બાળકોને ઇનામ, ફળ-સુખડીનું વિતરણ; આંગણવાડી કાર્યકર-તેડાગર અને આશા વર્કરોનું સન્માન

રણાસણમાં આંગણ મિલન સેવા અને આંગણનો ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો પોષણ ચેમ્પિયન બાળકોને ઇનામ, ફળ-સુખડીનું વિતરણ; આંગણવાડી કાર્યકર-તેડાગર અને આશા વર્કરોનું સન્માન

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે ‘સુશાસનના 25 વર્ષ સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ. દ્વારા ‘આંગણ મિલન સેવા’ અને ‘આંગણનો ઉત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય સી.જે. ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, જિલ્લા સદસ્ય જીગ્નેશભાઈ પટેલ, સરપંચ દીપકભાઈ પટેલ સહિત આંગણવાડી કાર્યકરો, તેડાગરો, આશા વર્કરો, આરોગ્ય સ્ટાફ, આઈ.સી.ડી.એસ. ઘટક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોષણ ચેમ્પિયન બાળકોને પ્રોત્સાહનરૂપે ઇનામ, ફળ તથા સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આંગણવાડીની વિવિધ સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંગણવાડી કાર્યકર, તેડાગર તથા આશા વર્કરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓને THR અંતર્ગત પોષણ કીટનું પણ વિતરણ કરાયું હતું.
‘આંગણનો ઉત્સવ’ અંતર્ગત આંગણવાડી ખાતે સુંદર રંગોળી દોરવામાં આવી હતી તથા મુખ્યમંત્રીના સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સંવાદ કરી આંગણવાડીની વિવિધ સેવાઓ, બાળકોના પોષણ અને આરોગ્ય અંગે ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના કર્મચારીઓ, આઈ.સી.ડી.એસ. સુપરવાઇઝરો, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તથા ગ્રામજનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ જીવંત બન્યો હતો. ‘આંગણનો ઉત્સવ’ના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ, આરોગ્ય તેમજ આંગણવાડીની સેવાઓ અંગે ગ્રામજનોમાં જનજાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો