વાવ-થરાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી કિશાન સંઘે કલેક્ટર કચેરીએ આવેદન આપી પાક ધિરાણ માફી સહિત 6 મુદ્દે તાત્કાલિક રાહતની માંગ કરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદના અભાવે ખેતરોમાં ઊભેલા ખરીફ પાક સુકાવાની અણી પર પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. આ સ્થિતિ વચ્ચે કિશાન સંઘ દ્વારા વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કિશાન સંઘના જણાવ્યા મુજબ, ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરી તેમજ ખેતરમાં વાવેતર અને ખેડકામ પાછળ મોટો ખર્ચ કર્યો છે. પરંતુ સમયસર અને પૂરતો વરસાદ ન પડતાં ખરીફ પાક પર સંકટ ઊભું થયું છે. આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આવેદનપત્રમાં ખેડૂતોનું રૂ.3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા તેમજ બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા થતી લોનની વસૂલાત હાલ પૂરતી મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે. સાથે જ લોનના વ્યાજમાં પણ રાહત આપવા રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને વધુ રાહત મળે તે માટે એક વર્ષ માટે ખેતીના વીજ બિલમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પણ કિશાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે. ઉપરાંત પાક વીમો લાગુ પડતા ખેડૂતોને નુકસાનનું ઝડપી સર્વે કરાવી યોગ્ય અને સમયસર વળતર ચૂકવવા રજૂઆત કરાઈ છે. વરસાદના અભાવે પશુપાલન વ્યવસાય પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે પશુપાલકો માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. તેમજ સિંચાઈના પાણીની અછત દૂર કરવા સુજલામ-સુફલામ અને નર્મદાની માઇનોર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં વરસાદની સ્થિતિ અને ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તાત્કાલિક અછત રાહતના પગલાં લેવામાં આવે તથા પાક નુકસાન અંગે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે સરકાર ખેડૂતોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને રાહત માટે કયા પગલાં ભરે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.

 

 

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

Horoscope

Weather

વધુ વાંચો

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો