મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણય, વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે 20 કરોડ રૂપિયા મંજૂર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેર ફરતે બગસરા, જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર, સતાધાર, સાસણગીર સ્ટેટ હાઇવે સુધી બાયપાસ રોડ બનાવવાની બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ માટે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બાયપાસ રોડ નિર્માણ માટે સ્થાનિક પદાધિકારીઓ અને વિસાવદરના નગરજનોએ કરેલી રજૂઆતનો તેમણે ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપીને આ રકમ મંજૂર કરી છે.  વિસાવદર શહેર ફરતે બાયપાસ બનાવવાની કામગીરી અંતર્ગત પ્રથમ તબક્કે બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓમાં જમીન, સંપાદન, યુટીલીટી શિફ્ટિંગ, ડી.પી.આર. વગેરે કામગીરી માટે આ રકમ ઉપયોગમાં લેવાશે વિસાવદર શહેરની નજીકમાં સતાધાર યાત્રાધામ, સાસણગીર ફોરેસ્ટ, પૌરાણિક કનકેશ્વરી મંદિર તેમજ રૂપલમાં ધામ રામપરા, નાગબાઈ મંદિર રામપરા અને સંત શ્રી રોહીદાસ મંદિર સરસઈ જેવા પ્રસિદ્ધ તીર્થ સ્થળો અને પ્રવાસન ધામો આવેલા છે. આ યાત્રાધામોના દર્શને લાખો શ્રદ્ધાળુ આવે છે.  એટલું જ નહીં, અમરેલીથી સોમનાથ જવા માટેનો મેઈન રોડ વિસાવદર માંથી પસાર થાય છે તે ઉપરાંત બગસરા, જેતપુર, ધારી, સાવરકુંડલા તેમજ વિસાવદર, સતાધાર અને જુનાગઢ, મેંદરડા, કેશોદ સ્ટેટ હાઇવે પણ વિસાવદર માંથી પસાર થાય છે.  આ બધાના પરિણામે વિસાવદર શહેરી વિસ્તારમાં રહેતા પુષ્કળ ટ્રાફિક ભારણને હળવું કરવા વિસાવદર ફરતે બાયપાસ રોડ અંગેની જરૂરિયાત માટેની રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાયપાસ રોડ બનાવવા માટે પ્રથમ તબક્કે બાંધકામ પહેલાની પ્રવૃત્તિઓ માટે આ રૂ. 20 કરોડની મંજૂરી માર્ગ અને મકાન વિભાગને આપી છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

Horoscope

Weather

વધુ વાંચો

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો