નસવાડી APMCમાં સહકારનો શંખનાદ: 10માંથી 10 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલે શાનદાર વિજય મેળવ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલા ચૂંટણી જંગમાં સહકાર પેનલના તમામ 10 ઉમેદવારોએ વિજય મેળવી ખેડૂતોનો વિશ્વાસ જીત્યો છે. APMCની કુલ 16 બેઠકો પૈકી વેપારી વિભાગની 2 બેઠકો અને સંઘ વિભાગની 2 બેઠકો બિનહરીફ થતાં મુખ્ય ચૂંટણી જંગ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે રહ્યો હતો. આ 10 બેઠકો માટે બે પેનલના કુલ 20 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થયો હતો.જેમાં સહકાર પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા થાય હતા જેમાં ચૌહાણ હિંમતસિંહ રામસિંહ, કોલી બિપિનભાઈ શાંતિલાલ, રાજપરમાર ઘનશ્યામસિંહ હઠેસિંહ, રાઠવા રમણભાઈ કાદવાભાઈ, સોલંકી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ, પંડ્યા ધવલકુમાર સુભાષભાઈ, ભીલ જેઠાભાઈ જમનાદાસ, ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ, સોલંકી વિક્રમસિંહ મદનસિંહ અને ડુંગરી ભીલ દલસિંગભાઈ નાનજીભાઈનો સમાવેશ થાય છે.જીત બાદ વિજયોત્સવનો માહોલ સહકાર પેનલના તમામ 10 ઉમેદવારોની ભવ્ય જીત બાદ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન સમર્થકો દ્વારા ‘જયઘોષ’ના નારા લગાવી વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો.ખેડૂત મતદારોએ સહકાર પેનલના તમામ 10 ઉમેદવારોને વિજય અપાવી ભાજપ પ્રેરિત પેનલ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 10માંથી 10 બેઠકો પર જીત સાથે સહકાર પેનલે નસવાડી APMCમાં પોતાનું મજબૂત વર્ચસ્વ પ્રસ્થાપિત કર્યું છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો