માતા-પિતાના ઠપકાથી નારાજ થઈ ઘરેથી નીકળી ગયેલા કિશોરને વંથલી પોલીસે રાજકોટ રેલવે સ્ટેશનથી ગણતરીની કલાકોમાં શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
વંથલી : માતા-પિતાના ઠપકા બાદ આવેશમાં આવી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલા કિશોરને વંથલી પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
ઘટનાની વિગત મુજબ, એક કિશોર પરિવારજનોના ઠપકાના કારણે ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના નીકળી ગયો હતો. આ બાબતની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયા તથા સ્ટાફે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે હ્યુમન સોર્સ, સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ મેળવી કિશોરની ગતિવિધિઓ પર નજર રાખી હતી. સઘન તપાસ દરમિયાન માહિતી મળી હતી કે કિશોર રાજકોટ તરફ ગયો છે. જેના આધારે પોલીસે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન ખાતેથી કિશોરને હેમખેમ શોધી કાઢ્યો હતો.
કિશોરને વંથલી પોલીસ સ્ટેશન લાવી જરૂરી કાઉન્સેલિંગ બાદ સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. ગણતરીના કલાકોમાં પોતાના પુત્રને હેમખેમ પાછો મેળવી પરિવારે પોલીસ કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો