સુરેન્દ્રનગર ખાતે ૧૨ દિવસીય ભવ્ય ‘સ્વદેશી મેળા’નો ધમાકેદાર પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે સ્થાનિક આર્ટિસન્સ અને સખીમંડળોને મળ્યું નવું પ્લેટફોર્મ

તા.29/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

મેયર રાકેશકુમાર રાઠોડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો: ૭૫થી વધુ સ્ટોલ્સ પર ટાંગલિયા વણાટ, પટોળા અને ઓર્ગેનિક વસ્તુઓનું ધૂમ વેચાણ, સુરેન્દ્રનગરના સ્થાનિક કારીગરો, સખીમંડળની બહેનો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે ‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ શહેરના મેળાના મેદાન ખાતે ૧૨ દિવસીય ભવ્ય ‘સ્વદેશી મેળા’નો વિધિવત પ્રારંભ થયો છે. ૬ઠ્ઠી નવેમ્બર સુધી ચાલનારા આ મેળાનું ઉદ્ઘાટન સુરેન્દ્રનગરના મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી દ્વારા રીબીન કાપીને ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ બાદ તમામ મહાનુભાવોએ મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેઓએ સ્થાનિક કારીગરો અને સખીમંડળની બહેનો સાથે સીધો સંવાદ સાધીને તેમની કલા-કારીગરી અને ઉત્પાદનો વિશે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ તેમના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવ્યા હતા.

૭૫ સ્ટોલ્સ પર પ્રખ્યાત હસ્તકલા અને ઓર્ગેનિક ઉત્પાદનોનું આકર્ષણ આ મેળામાં કુલ ૭૫ જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગ હેઠળ નોંધાયેલા સખીમંડળો ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજનાના શેરી ફેરિયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ સ્વદેશી મેળામાં ઝાલાવાડની પ્રખ્યાત ટાંગલિયા વણાટકલા, રેશમ પટોળા, પરંપરાગત ભરતગૂંથણ, હેન્ડીક્રાફ્ટ, દિવાળી લક્ષી કોડિયાં, તોરણ અને આસન પટ્ટા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત રોજિંદા વપરાશ માટેના ઓર્ગેનિક સાબુ, આયુર્વેદિક તેલ-શેમ્પુ, ઇમિટેશન જ્વેલરી, રેડીમેડ વસ્ત્રો તથા ખાણીપીણીના વિવિધ ચટાકેદાર સ્ટોલ્સ પણ મુકાયા છે. વચેટિયા વગર સીધું વેચાણ: ગ્રાહકો અને કારીગરો બંનેને ફાયદો આ મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહી ગ્રાહકોને વચેટિયાઓ વગર સીધા જ ઉત્પાદકો અને કારીગરો પાસેથી વાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વસ્તુઓ ખરીદવાની તક મળી રહી છે. જેના કારણે સ્થાનિક ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, નિયામક ભાવેશ દવે સહિતના વરિષ્ઠ અધિકારીઓ તથા કોર્પોરેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સશક્તિકરણના આ ઉત્કૃષ્ટ પ્રયાસને બિરદાવ્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો