WAKANER:વાંકાનેરમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ: ૧૦ લાખ સામે ૩૫ લાખ વસૂલનાર ૩ શખ્સો ઝડપાયા

WAKANER:વાંકાનેરમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ: ૧૦ લાખ સામે ૩૫ લાખ વસૂલનાર ૩ શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય નાગરિકો અને વેપારીઓનું આર્થિક શોષણ કરતા વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. લેબર કોન્ટ્રાક્ટર પાસેથી લાખો રૂપિયા વ્યાજે કઢાવી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કરોડોની ખંડણી જેવું વ્યાજ વસૂલતા કુખ્યાત ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, લેબર કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈ સગરે વર્ષ ૨૦૨૨માં કુખ્યાત આરોપી સરફરાજ હુસેનભાઈ મકવાણા પાસેથી ૧૦ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૧૦,૦૦,૦૦૦ લીધા હતા. આ રકમ સામે આરોપીઓએ ફરિયાદીને છરી બતાવીને અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આરોપીઓએ અત્યાર સુધી વ્યાજ પેટે મસમોટી રકમ રૂ. ૩૫,૦૦,૦૦૦ વસૂલ કરી લીધા હોવા છતાં, હજુ વધુ રૂ. સાડા પંદર લાખની બળજબરીપૂર્વક માંગણી કરી ત્રાસ ગુજાર્યો હતો.

પોલીસે ત્રણ આરોપીઓને દબોચ્યા, મુખ્ય સૂત્રધાર જેલમાંથી અપાશે કસ્ટડીમાં આ ગંભીર બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા નીચે મુજબના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે:૧. સાકીરભાઈ ઈકબાલભાઈ ઘોઘારી – ૨. રમજાન ઉર્ફ રમજુ કરીમભાઈ માડકીયા – ૩. પુનીતભાઈ કનૈયાલાલ મનવાણી

જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સરફરાજ હુસેનભાઈ મકવાણા હાલ રાજકોટ પોપટપરા જેલમાં બંધ હોય, તેને વાંકાનેર લાવવા માટે પોલીસે કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે અને ટ્રાન્સફર વોરંટ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વ્યાજના નામે નિર્દોષ નાગરિકોનું ગળું કાપતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવતા તત્વો સામે વાંકાનેર પોલીસે કરેલી આ લાલ આંખથી અન્ય ગેરકાયદેસર વ્યાજખોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ વ્યાજખોર ત્રાસ આપતો હોય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો.

 

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો