સુરેન્દ્રનગરના મલ્હાર ચોકમાં ગાયનેક હોસ્પિટલની ગંભીર બેદરકારી: 50થી વધુ દુકાનદારોનું આરોગ્ય જોખમમાં, તંત્રની ઘોર ઉદાસીનતા

તા.29/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: શહેરના વ્યસ્ત અને જાણીતા એવા મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલના સંચાલકોની મનમાની અને ગંભીર બેદરકારી સામે હવે વેપારીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હોસ્પિટલ દ્વારા ડિલિવરી તથા દૈનિક કામગીરી દરમિયાન વપરાતું ગંદુ અને દૂષિત પાણી જાહેરમાં કોમ્પ્લેક્ષના પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે 50થી વધુ દુકાનદારો અને વેપારીઓનું આરોગ્ય ગંભીર જોખમમાં મૂકાયું છે. મલ્હાર ચોક વિસ્તાર વ્યાપારી ગતિવિધિઓથી ધમધમતો વિસ્તાર છે. અહીં હોસ્પિટલની આસપાસ જ ખાણી પીણીની અને અનેક અલગ-અલગ પ્રકારની અંદાજે 50 કરતાં વધુ દુકાનો આવેલી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા મેડિકલ વેસ્ટ અને ડિલિવરી વખતનું ગંદુ પાણી સીધું જ જાહેર જગ્યા તથા પાર્કિંગમાં છોડાતા ગંભીર સમસ્યા સર્જાઈ છે ગંદા પાણીના ભરાવાને કારણે આખો વિસ્તાર અસહ્ય દુર્ગંધથી ભરાઈ જાય છે, જેનાથી ગ્રાહકોનું આવવું પણ મુશ્કેલ બન્યું છે. સતત વહેતા ગંદા પાણીના કારણે મચ્છરો અને માખીઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. ગ્રાહકો દુર્ગંધ અને ગંદકીના કારણે દુકાનો તરફ આવવાનું ટાળી રહ્યા છે, જેને લીધે વેપારીઓનો ધંધા- રોજગાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વેપારીઓ દ્વારા સ્થાનિક તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે હોસ્પિટલ સંચાલકોના હોંસલા બુલંદ બન્યા છે. વેપારીઓ દ્વારા મહાનગર પાલિકામાં રૂબરૂ તેમજ ઓનલાઇન અરજીઓ કરવા છતાં પાલિકાતંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પણ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિકાલ કે તપાસની દિશામાં કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં તંત્ર અને હોસ્પિટલ સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી છોડવાનું કાયમ માટે બંધ કરવામાં નહીં આવે અને હોસ્પિટલ સામે કડક દંડાત્મક પગલાં ભરવામાં નહીં આવે, તો નાછૂટકે વેપારીઓએ ઉગ્ર આંદોલન કે ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવવો પડશે. પ્રજાના સ્વાસ્થ્ય સાથેડાં કરનાર જવાબદાર તંત્ર અને હોસ્પિટલ સંચાલકો સામે વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી સમગ્ર વિસ્તારના વેપારીઓની પ્રબળ માંગ ઉઠી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો