શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૫ મા સમુહ લગ્નોત્સવ નિમિત્તે મિટિંગ મળી..

નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પ્રાર્થના હોલમા આગામી સમૂહ લગ્નોત્સવ અને લગ્ન ના મુહૂર્ત માટે આજરોજ તા ૨૫/૧૦/૨૦૨૬ ના રોજ મિટિંગ મળી હતી.મંત્રી પ્રહલાદભાઈ એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી સ્વાગત કર્યું હતું. શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ નટવરભાઈ સીનાડ,પૂર્વ પ્રમુખ રસિકભાઈ ઝેકડા, મંત્રી ગૌતમભાઈ સિપર,પૂર્વ મંત્રી નથુભાઈ રોઈટા,સમુહ લગ્ન સમિતિના પ્રમુખ પાંચાભાઈ ધરવડી,ઉપ પ્રમુખ મંજીભાઈ રૂની,મંત્રી પ્રહલાદભાઈ ઉણ, ત્રિભોવનભાઈ સરકારપુરા,વીરજીભાઈ વારાહી હાલ રાધનપુર, દલસુખભાઈ વારાહી હાલ રાધનપુર, ભેમાભાઈ રૂવેલ હાલ પાટણ,રામજીભાઈ વાલપુરા, ઉમેશભાઈ થરા,હરિભાઈ માંડલા, સોમાભાઈ રોઈટા, એલ.કે.પ્રજાપતિ,કનુભાઈ બનાસ ટેરીન સેન્ટર થરા, ગોવિંદભાઈ સમી,પરષોત્તમભાઈ સિસોદરા, લાલાભાઈ પ્રજાપતિ ગાંધીધામ,ભરતભાઈ પ્રજાપતિ ગાંધીધામ, દશરથભાઈ વડનગર, દલસુખભાઈ પાટણ, ગોદાવરીબેન મહેસાણા,નિમિષભાઈ મહેસાણા, કાંતિભાઈ ભુવાજી અરજણસર,પ્રહલાદભાઈ અરજણસર કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા ગૃહપતિ જગદીશભાઈ અને રાધનપુર યુવા સંગઠન ની ટીમ સહીત સમુહલગ્ન સમિતિ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના હસ્તે મુહૂર્ત આપવામાં આવ્યું ત્યારે આગામી સંવત ૨૦૮૩ ના મહાવદ એકમ ને ગુરૂવાર તા.૨૧/૦૨/૨૦૨૭ ના રોજ સવારે ૨૫ માં સમુહ લગ્નોત્સવ રાધનપુર ખાતે યોજાશે. ૨૫ મા સમુહ લગ્નોત્સવમા પાનેતર ના દાતા નીતિનભાઈ ધનજીભાઈ લોલાડા હાલ ડીસા,પૂરતના દાતા શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળ મહેસાણા, તાંબાના લોટાના દાતા દેવરામભાઈ ગંગારામભાઈ રાધનપુર, નવયુગલો માટે કચ્છી શાલ ના દાતા અલ્કાબેન ભરતભાઈ જારૂષા હાલ પાલનપુર,ચા નાસ્તો વાલપુરા પ્રજાપતિ સમાજ ના ભાઈઓ, ભોજન પ્રસાદ ના દાતા કાંતિભાઈ મોતીભાઈ સીનાડ,સ્વ.કાંતાબેન દેવરામભાઈ પરિવાર વારાહી, દેવરામભાઈ ગોરધનભાઈ ભાભર, રમેશભાઈ ગંગારામભાઈ ગાંજીસર એ સિવાય મનસુખભાઈ ધનાભાઈ સુરત,બબાભાઈ વડનગર, ગીતાબેન મહેસાણા સહીત અનેક દાતાઓએ યથાશક્તિ અનુદાનની સરવાણી વહેવડાવી હતી અને સમાજને વધુ દાન આપી આ સેવાનો લાભ લેવા માટે પ્રમુખ પાંચાભાઈ એ જણાવ્યું હતું.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન પ્રહલાદભાઈ અને સભ્ય નરેશભાઈ અમૃતભાઈ રૂગનાથપુરા વાળાએ કરેલ.
નટવર. કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦










