૧૭૨ ગુનામાં કબજે કરાયેલી ૫૪,૮૮૧ નંગની વિવિધ પ્રકારની દારૂ-બિયરની બોટલોનો નિકાલ કરાયો

જામનગર ગ્રામ્યના પાંચ પોલીસ મથકોમાં પકડાયેલા રૂ. ૨.૦૩ કરોડના દારૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ નાશ કરાયો

૧૭૨ગુનામાંકબજેકરાયેલી૫૪,૮૮૧નંગનીવિવિધપ્રકારનીદારૂ-બિયરનીબોટલોનોનિકાલ કરાયો

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૨૩: જામનગર ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાના અમલના ભાગરૂપે જુદા જુદા ગુનાઓમાં કબજે કરવામાં આવેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સિક્કા, પંચકોશી ‘એ’, પંચકોશી ‘બી’, કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક હેઠળ નોંધાયેલા કુલ ૧૭૨ ગુનાઓમાં કબજે કરાયેલા રૂ. ૨,૦૩,૭૪,૧૫૭ની કિંમતના દારૂ અને બિયરના જથ્થાને સરકારી ખરાબાની જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ સ્ટેશનવાર વિગતો મુજબ, સિક્કા પોલીસ મથકના ૩૫ ગુનાઓમાં કબજે કરાયેલી રૂ. ૧૨,૭૨,૮૩૬ની કિંમતની ૨,૦૩૨ નંગની વિવિધ પ્રકારની દારૂ-બિયરની બોટલોનો નાશ કરાયો હતો. પંચકોશી ‘એ’ પોલીસ મથકના ૪૪ ગુનાઓમાં પકડાયેલા રૂ. ૧,૧૭,૦૧,૭૪૨ની કિંમતના ૩૮,૮૬૭ નંગના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે પંચકોશી ‘બી’ પોલીસ મથકના ૪૨ ગુનાઓમાં કબજે કરાયેલા રૂ. ૬૮,૫૦,૭૧૮ની કિંમતના ૧૧,૬૮૧ નંગના જથ્થાનો નાશ કરાયો હતો. કાલાવડ ટાઉન પોલીસ મથકના ૧૪ ગુનાઓમાં પકડાયેલા રૂ. ૮૮,૬૦૦ની કિંમતના ૩૬૩ નંગના જથ્થા તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના ૩૭ ગુનાઓમાં કબજે કરાયેલા રૂ. ૪,૫૦,૩૬૦ની કિંમતના ૧,૮૦૮ નંગના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

આમ, પાંચ પોલીસ મથકોના કુલ ૧૭૨ ગુનાઓમાં કબજે કરાયેલા દારૂ-બિયરના જથ્થામાં ૪૨,૦૩૮ બોટલ, ૧૧,૫૫૨ ચપટા અને ૧,૨૮૦ બિયરના નંગનો સમાવેશ થાય છે. આ સમગ્ર જથ્થાની કુલ કિંમત રૂ. ૨.૦૩ કરોડથી વધુ થવા જાય છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા દારૂના ગુનાઓના મુદ્દામાલનો કાયદેસર નિકાલ કરવામાં આવ્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો