MERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ


માહિતી બ્યુરો, પાટણ
તા. ૨૩/૧૦/૨૦૨૬
સમાચાર સંખ્યા:૭૦૨/૫૮
માનનીય કમિશનરશ્રીની સૂચના અનુસાર GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે દર્દીઓની સુવિધા માટે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ સુવિધાથી દર્દીઓને લેબોરેટરી રિપોર્ટ સીધા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે, જેથી હોસ્પિટલની વારંવાર મુલાકાત લેવાની જરૂરિયાત ઘટશે અને સમય તથા મુસાફરી ખર્ચની બચત થશે.
વોટ્સએપ પર પ્રાપ્ત થતા રિપોર્ટ ડિજિટલ સ્વરૂપમાં લાંબા સમય સુધી સાચવી શકાશે, જેથી દર્દીઓનો આરોગ્ય રેકોર્ડ જળવાઈ રહેશે અને ભવિષ્યમાં સારવાર તથા ફોલોઅપ દરમિયાન ઉપયોગી બનશે.
આ પહેલ દર્દીઓને સરળ, ઝડપી અને આધુનિક આરોગ્યસેવાઓ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.










