રાજ્યના 17 સિનિયર અને યુવા IAS અધિકારીઓની બદલી તથા બઢતી સાથે નવી નિયુક્તિઓ કરવામાં આવી

ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ(GAD) દ્વારા મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. 23 ઑક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાજ્યના 17 સિનિયર અને યુવા IAS અધિકારીઓની બદલી તથા બઢતી સાથે નવી નિયુક્તિઓ કરવામાં આવી છે.

ગુજરાતમાં 17 IASની બદલી તેમજ વધારાની જવાબદારી સોંપાઈ છે, ત્યારે આણંદ-વાવ થરાદના કલેકટર બદલાયા છે. તેમજ કેટલાક જિલ્લા વિકાસ અધિકારીઓ(DDO) અને ખાતાકીય વડાઓની પણ બદલી-નિયુક્તિ કરાઈ છે.

  1. આલોક કુમાર પાંડે, IAS (2006) — હાલના હોદ્દો: સચિવ, આદિજાતિ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. નવી જવાબદારી: રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના હોદ્દાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
  2. જી. ટી. પંડ્યા, IAS (2011) — અગાઉનો હોદ્દો: અધિક સચિવ, શિક્ષણ વિભાગ, ગાંધીનગર. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: માહિતી નિયામક, ગાંધીનગર.
  3. ગૌરાંગભાઈ એચ. મકવાણા, IAS (2012) — હાલના હોદ્દા: મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણા. નવી જવાબદારી: મેનેજિંગ ડિરેક્ટર, INDEXT-B, ગાંધીનગરનો વધારાનો હવાલો.
  4. એસ. કે. પ્રજાપતિ, IAS (2012) — અગાઉનો હોદ્દો: કલેક્ટર, મહેસાણા. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: અધિક ગ્રામ વિકાસ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનર કચેરી, ગાંધીનગર.
  5. ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી, IAS (2013) — અગાઉનો હોદ્દો: અધિક સચિવ (કાયદો અને વ્યવસ્થા), ગૃહ વિભાગ, ગાંધીનગર. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: કલેક્ટર, મહેસાણા.
  6. પ્રવીણ ચૌધરી, IAS (2014) — અગાઉનો હોદ્દો: કલેક્ટર, આણંદ. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), વિશેષ પ્રોજેક્ટ (ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIR), ગાંધીનગર.
  7. એમ. જે. દવે, IAS (2014) — અગાઉનો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા, પાલનપુર. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: કલેક્ટર, વાવ-થરાદ.
  8. ઉત્સવ ગૌતમ, IAS (2018) — અગાઉનો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ, ભુજ. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: કલેક્ટર, આણંદ.
  9. સી. સી. કોટક, IAS (2018) — અગાઉનો હોદ્દો: નાયબ મહાનિર્દેશક, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: વિશેષ નિયામક, રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા (SIRD), અમદાવાદ.
  10. રામ નિવાસ બુગાલિયા, IAS (2019) — અગાઉનો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, તાપી. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા, પાલનપુર.
  11. અતિરાગ ચપલોત, IAS (2019) — અગાઉનો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ, ભુજ.
  12. સચિન કુમાર, IAS (2019) — અગાઉનો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: નાયબ સચિવ (કાયદો અને વ્યવસ્થા), ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
  13. વંદના મીના, IAS (2022) — અગાઉનો હોદ્દો: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આદિજાતિ વિસ્તાર પેટા યોજના, મહીસાગર. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ.
  14. રાજેશ કુમાર મૌર્ય, IAS (2022) — અગાઉનો હોદ્દો: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આદિજાતિ વિસ્તાર પેટા યોજના, સોનગઢ, જિલ્લો તાપી. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી.
  15. સ્વપ્નિલ મહાદેવ સિસલે, IAS (2022) — અગાઉનો હોદ્દો: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આદિજાતિ વિસ્તાર પેટા યોજના, વાંસદા, જિલ્લો નવસારી. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, તાપી.
  16. ઓમકાર રાજેન્દ્ર શિંદે, IAS (2022) — અગાઉનો હોદ્દો: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, આદિજાતિ વિસ્તાર પેટા યોજના, છોટાઉદેપુર. બદલીનું સ્થળ અને નવો હોદ્દો: જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર.
  17. બી. એન. પટેલ, IAS (2022) — અગાઉનો હોદ્દો: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ, ગાંધીનગર. નવી નિમણૂક: ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો