સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોની નફાખોરીને ગણાવી ‘ધોળે દિવસે લૂંટ’

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે તેનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે ઝડપથી સાજા થવું. પરંતુ શું તમે જાણો છો કે સાજા થવાની આ પ્રક્રિયામાં હોસ્પિટલો અને દવા કંપનીઓ દર્દીના ખિસ્સા પર કેવી રીતે કાતર ચલાવે છે? જ્યારે આપણે હોસ્પિટલનું લાંબુ-લચક બિલ ચૂકવીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ પણ નથી હોતો કે તેમાં દવાઓ અને અન્ય સામાન પર હોસ્પિટલે કેટલો જંગી નફો કમાયો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ ‘મેડિકલ લૂંટ’ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ચાલો સમજીએ કે આ આખી રમત શું છે અને દર્દીઓને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્વીકાર્યું છે કે હોસ્પિટલો દવાઓ પર 170% થી 700% કે તેથી વધુ માર્જિન કમાય છે. જ્યારે મેડિકલ સામાન (જેમ કે સિરીંજ, ગ્લોવ્ઝ વગેરે) પર આ નફો 100% થી 1000% સુધીનો હોય છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ મહેતાએ એક ચોંકાવનારું ઉદાહરણ આપ્યું હતું: કેન્સરની એક દવા હોસ્પિટલને માત્ર 2700 રૂપિયામાં મળે છે, પરંતુ દર્દીને તે 27000 રૂપિયાની MRP પર વેચવામાં આવે છે. તેમણે આ 10 ગણા તફાવતને Broad Daylight Dacoity (જાહેરમાં લૂંટ) ગણાવી હતી અને સરકારને આ પ્રકારના મસમોટા પ્રોફિટ માર્જિન પર તાત્કાલિક લગામ લગાવવા કડક આદેશ આપ્યા હતા.

હોસ્પિટલો જથ્થાબંધમાં દવાઓ ખરીદે છે અને કંપનીઓ તેમને મોટું ડિસ્કાઉન્ટ આપે છે. પરંતુ હોસ્પિટલો આ ફાયદો દર્દીઓને આપવાને બદલે તેમને મહત્તમ છૂટક કિંમતે (MRP) જ બધું વેચે છે. સરકારે સંસદમાં કબૂલ્યું છે કે આવા મોંઘા તબીબી ખર્ચને કારણે દર વર્ષે લગભગ 6.3 કરોડ ભારતીયો ગરીબી રેખા નીચે ધકેલાઈ જાય છે.

સરકારી યોજનાઓ અને વીમા કંપનીઓ હોસ્પિટલો સાથે પહેલાથી જ સારવારનું પેકેજ નક્કી કરી લે છે, જેમાં બધી સામગ્રીનો ખર્ચ સામેલ હોય છે. પરંતુ જ્યારે કોઈ દર્દી પોતાના ખર્ચે સ્વતંત્ર રીતે સારવાર કરાવે છે, ત્યારે તેને તબીબી સામાન અને દવાઓ માટે અલગથી MRP પર જ બિલ આપવામાં આવે છે. જેનાથી દર્દીઓ પર આર્થિક બોજ ખૂબ વધી જાય છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો