JAMNAGAR:જામનગર વાડીના ઓરડામાંથી ઝડપાયું તીનપત્તીનું જુગારધામ, ૨.૩૩ લાખની રોકડ સહિત ૧૦ આરોપીઓની અટકાયત
જામનગર:મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જોગવડ ગામની સીમમાં આવેલી વાડીના ઓરડામાં ચાલતા જુગારધામ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી ૧૦ ઇસમોને ગેરકાયદેસર રીતે તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે સ્થળ પરથી રૂ. ૨,૩૩,૭૦૦/-ની રોકડ રકમ તેમજ કાર, મોટરસાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૫,૬૩,૭૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા પ્રોહિબીશન અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે, પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ ટીમના પો.સ.ઇ. શ્રી સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે માનવ સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ સફળ દરોડો પાડ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલની વિગત:રોકડ રકમ: રૂ. ૨,૩૩,૭૦૦/- વાહનો: ૨ કાર, ૨ મોટરસાયકલ ,મોબાઇલ: ૯ ફોન ,કુલ કિંમત: રૂ. ૧૫,૬૩,૭૦૦/-
ઝડપાયેલા આરોપીઓની યાદી:૧. સુમાતભાઇ દેશુરભાઇ ગોજીયા (વાડી માલિક – રહે. જોગવડ, તા. લાલપુર, જી. જામનગર)૨. નીલેનભાઇ હસમુખભાઇ વાધેલા (રહે. સરદારનગર, જામનગર)૩. નરેશભાઇ રામદેભાઇ બંધીયા (રહે. સરદારનગર, જામનગર ૪. પીયુષભાઇ કારૂભાઇ બડીયાવદરા (રહે. દ્રારકેશ સોસાયટી, જામનગર)૫. જયદીપભાઇ મગનભાઇ રામાવત (રહે. ગોકુલનગર, જામનગર)૬. રાજેશભાઇ કરશનભાઇ કરંગીયા (રહે. દરેડ, જામનગર)૭. વલ્લભભાઇ હરદાસભાઇ કરમુર (રહે. નાધેડી, જામનગર) ૮. ભરતભાઇ કરશનભાઇ કરંગીયા (રહે. દરેડ, જામનગર) ૯. ઉમેદસીંહ ભોજુભા ચુડાસમા (રહે. નવાગામ, જામનગર) ૧૦. પાલાભાઇ પીઠાભાઇ કરમુર (રહે. નાધેડી, જામનગર)પોલીસે તમામ આરોપીઓની ધોરણસર અટકાયત કરી તેમની વિરૂદ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










