MORBI:મોરબી સલાટ વાસમાં પોલીસના દરોડા; ૨૩,૭૩૮ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

MORBI:મોરબી સલાટ વાસમાં પોલીસના દરોડા; ૨૩,૭૩૮ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

 

મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સલાટ વાસ, રીજન્ટ હોટેલની બાજુમાં રહેતા એક શખ્સના મકાનમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. આ દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ આવ્યો છે, જ્યારે આરોપી હાજર ન મળી આવતા પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

મૂળ માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સલાટ વાસ વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ રૂડાભાઈ પરમારના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો અને ચપલા મળી કુલ ૩૧ નંગ બોટલો/ચપલા જપ્ત કરવામાં આવ્યા હતા. આ પકડાયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ૨૩,૭૩૮ આંકવામાં આવી છે.

પોલીસે રૂ. ૨૩,૭૩૮ ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી, આરોપી ખુશાલભાઈ રૂડાભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ઝડપી પાડવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો