MORBI:મોરબીમાં ટ્રક ભાગીદારીના હિસાબ બાબતે ખૂની ખેલ: પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાની હત્યા, સાત સામે ગુનો દાખલ

MORBI:મોરબીમાં ટ્રક ભાગીદારીના હિસાબ બાબતે ખૂની ખેલ: પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાની હત્યા, સાત સામે ગુનો દાખલ

 

મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રકની ભાગીદારીના નાણાકીય હિસાબ મામલે ચાલી આવતી જૂની અદાવતમાં સાત શખ્સોએ ફિલ્મીઢબે સ્વીફ્ટ અને સ્કોર્પિયો કાર આડી નાખી એક પરિવાર પર લોહિયાળ હુમલો કર્યો હતો. કાર પર પથ્થરમારો કરી ધારીયા-ધોકા વડે કરાયેલા આ ઘાતક હુમલામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ સગા ભાઈઓ સહિત કુલ સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ, મોરબી તાલુકાના જૂના ટીંબડી ગામે રહેતા જિજ્ઞેશભાઈ ખોડાભાઈ મુરતિયા (ઉ.વ. ૩૭) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ ભાવેશભાઈ પરષોતમભાઈ બારૈયા, હિતેશભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા, સુરેશભાઈ, વિનોદભાઈ પરષોતમભાઈ બારૈયા, ભરતભાઈ પરષોતમભાઈ બારૈયા, દશરથભાઈ પરષોતમભાઈ બારૈયા અને હિરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા સાથે નાણાકીય લેતી-દેતી અને હિસાબ બાબતે અદાવત ચાલી આવતી હતી.

ઘટનાના દિવસે આરોપીઓ ભાવેશભાઈ, હિતેશભાઈ અને સુરેશભાઈએ સ્વીફ્ટ કારમાં આવી ફરિયાદી અને તેના સાથીઓની કારને રસ્તામાં આંતરીને અટકાવી હતી. ત્યારબાદ આરોપી ભાવેશભાઈએ નીચે ઉતરીને ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

આ દરમિયાન અન્ય આરોપીઓ વિનોદભાઈ, ભરતભાઈ, દશરથભાઈ અને હિરેનભાઈ સ્કોર્પિયો કાર લઈને ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. તેમણે પૈસાની લેતી-દેતી બાબતે સમાધાન કરી લેવા ધમકી આપીને ફરિયાદીની કાર પર છૂટા પથ્થરોનો ઘા કર્યો હતો. આ હુમલામાં સાથી રવિભાઈને નાકના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ આરોપી ભરતભાઈ અને દશરથભાઈએ ફરિયાદી જિજ્ઞેશભાઈને ધારીયા જેવા હથિયારથી ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી.

પિતાનું દુઃખદ અવસાન:

ઝઘડા દરમિયાન પોતાના પુત્ર જિજ્ઞેશભાઈને છોડાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પિતા ખોડાભાઈ જલાભાઈ મુરતિયાને આરોપીઓએ કપાળના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો. જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તમામ સાત આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૨), ૧૦૩(૧), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૩), ૩૨૪(૪), ૩૫૧(૩), ૩૫૨ તેમજ જી.પી.એ. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો