વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૩ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજ્યવ્યાપી આરોગ્યલક્ષી સુવિધાઓના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ 11 આરોગ્યલક્ષી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.કચ્છ જિલ્લામાં લોકાર્પણ થનારી સુવિધાઓમાં 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), 8 આયુષ્માન આરોગ્ય મંદિરો (સબ સેન્ટર) તથા ગાંધીધામ ખાતે 1 સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળા (IPHL)નો સમાવેશ થાય છે. આ તમામ કામોનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 7.24 કરોડ છે.આ નવી આરોગ્ય સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, વિવિધ રોગોની તપાસ તથા સમયસર નિદાન અને સારવારની સેવાઓને વધુ મજબૂતી મળશે. ગાંધીધામ ખાતેની સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાથી રોગોના નિદાન અને જાહેર આરોગ્યની દેખરેખની કામગીરીને વેગ મળશે.આ લોકાર્પણ કચ્છ જિલ્લાના આરોગ્ય માળખાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને નજીકના વિસ્તારમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.











