રાપર નગરપાલિકાની મેગા ડ્રાઈવ: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ૪ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત.

વાત્સલ્ય સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા-૨૩ ઓક્ટોબર : રાપર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી 6’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરીને આશરે ૪ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે રૂ. ૫૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કાર્યવાહીની મુખ્ય બાબતો:

• સઘન ચેકિંગ અને દરોડા: રાપર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખજી ઠાકોર, સ્વછતા માર્શલ શીતલ બેન જામ, સુપરવાઈઝર ધરમેન્દ્ર સિંહ જાડેજા અને કર્મચારીઓની સંયુક્ત ટીમ દ્વારા નંદાસર રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

• પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત: ચેકિંગ દરમિયાન એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકથી ભરેલા અનેક થેલાઓ અને બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આશરે ૪ ટન જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

• દંડાત્મક કાર્યવાહી: નિયમોનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ કરવા બદલ રૂ. ૫૦૦૦/- નો દંડ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો છે.

• ટીમની સક્રિયતા: આ સઘન કામગીરીમાં નગરપાલિકાના વિવિધ અધિકારીઓ તેમજ મહિલા કર્મચારીઓએ જાતે સ્થળ પર હાજર રહીને ગોડાઉનમાં રહેલા જથ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

નાગરિકો અને વેપારીઓને અપીલ- રાપર નગરપાલિકા શહેરના તમામ વેપારી મિત્રો અને નાગરિકોને અપીલ કરે છે કે સરકાર દ્વારા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરવું એ કાયદેસરનો ગુનો છે. પર્યાવરણના રક્ષણ અને શહેરની સ્વચ્છતા માટે પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડ કે કાગળની થેલીઓનો આગ્રહ રાખો.

આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.જો કોઈ પણ દુકાન કે એકમમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો તેમની સામે આકરા દંડ અને સીલ મારવા સુધીની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એવું ચીફ ઓફિસર,રાપર નગરપાલિકાની અખબાર યાદીમાં જણાવાયું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો