તા.૨૩.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના કુશલગઢ-અલીરાજપુર હાઇવે પર ગમખવાર અકસ્માત; બાઇક, ઇકો અને ક્રૂઝર વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત,એક ઈજાગ્રસ્ત.
દાહોદમાંથી પસાર થતો કુશલગઢ અલીરાજપુર 47 હાઈવે ઉપર ક્રુઝર ઈકો ગાડી અને બાઈક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ત્રણ યુવકોના મોત અને એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો દાહોદમાંથી પસાર થતા કુશળગઢ અલીરાજપુર હાઈવે ઉપર કાળી તલાઈ સતી તોરલ હોટલ નજીક સાંજના સમયે ક્રુઝર ઈકો ગાડી અને બાઈક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં GJ20 BH 4864 નંબરની બાઈક ઉપર છાપરી ગામના બે યુવકો 15 વર્ષીય યોગેશ ભુરીયા અને 20 વર્ષીય મિલન ભુરીયા બાઈક લઈને સતી તોરલ હોટલ નજીકથી છાપરી ગામ તરફ જઈ રહ્યા હતા અને GJ05 JA 3987 નંબરની ઈકો ગાડીમાં મુવાલિયા ગામના 28 વર્ષીય સાગર ચંદ્રસિંહ ડામોર તેમજ GJ17 CK 9283 નંબર ની ક્રુઝર ગાડીમાં પાવડી ગામના 40 વર્ષીય પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોર સવાર હતા જેમાં ત્રણેય વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણેય વાહનોના ચાલકોના સ્થળ ઉપરજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જેમાં આ અકસ્માત એટલો ગંભીર હતૉકે બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી આ અકસ્માતની જાણ સ્થાનિક રૂરલ પોલીસને કરાતા રૂરલ પોલીસ ઘટના સ્થળે તાતકાલિક દોડી આવી હતી અને ફાયરને જાણ કરાતા ફાયર ફાઇટર પણ તાતકાલિક દોડી આવતા બાઇકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી રૂરલ પોલીસે ઈકો ગાડીના ચાલકને અને ક્રુઝર ગાડીના ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા અને બાઈક ચાલક અને તેનો સાથી મિત્ર રોડથી દુર ફંગોળાતા બાઈક ચલાકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું જયારે તેના સાથી મિત્ર યોગેશ ભુરીયાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ત્રણ યુવકોની ડેડબોડીઓને પીએમ રૂમમાં મુકવામાં આવી છે અને પરીવાર જનો ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા પરિવારોમાં માતમ છવાયો હતો અને રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે









