થરા ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની વિધાર્થી સન્માન સમારોહ સમિતિની મિટિંગ મળી..

થરા ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની વિધાર્થી સન્માન સમારોહ સમિતિની મિટિંગ મળી..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા સ્વ.જોઈતાભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળની વિધાર્થી સન્માન સમારોહ સમિતિની મિટિંગ શ્રી કાંકરેજ હિંદવાણી પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા,મંત્રી વાલાભાઈ રાજપુર,સહમંત્રી રમેશભાઈ લુદ્રા ની ઉપસ્થિતિ મા ૨૦ માં વિધાર્થી સન્માન સમારોહ-૨૦૨૬ અંતર્ગત ૧૯/૧૦/૨૦૨૬ ના રોજ મિટિંગ મળી હતી.સમિતિના કન્વીનર રમેશભાઈ એ શાબ્દિક શબ્દો દ્વારા ૨૦ મા વિધાર્થી સન્માન સમારોહના સંપૂર્ણ ખર્ચના દાતા સ્વ. બીજલબાપા થરેચા પરિવાર ના સર્વે ભાઈઓ સ્વ. મંછાભાઈ બીજલભાઈ, સ્વ. છગનભાઈ બીજલભાઈ, સ્વ.કેશાભાઈ બીજલભાઈ પરિવાર થરા સહીત યુવક મંડળની વિધાર્થી સન્માન સમારોહ સમિતિ ને આવકાર્યા હતા આગામી સન્માન સમારોહને સફળ બનાવવા પ્રમુખ અણદાભાઈ ના માર્ગ દર્શન મુજબ યુવક મંડળના સંયોજક મિત્રોના ખભેથી ખભો મિલાવી પ્રસંગ ભવ્યા તિભવ્ય રીતે કાર્યક્રમ ઉજવાય તે માટે સહકાર આપવા યુવક મંડળના દરેક સભ્યોને અનુરોધ કર્યો હતો.આગામી ૨૦ મો વિધાર્થી સન્માન સમારોહ શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલ,થરા માં આગામી તા.૧૫/૧૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ યોજાનાર છે ત્યારે ખભેખભો મિલાવી સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત કાંકરેજના મહામંત્રી રસિકભાઈ રાજપુર, દિનેશભાઈ ધાનેરા,સુરેશભાઈ કુડવા,રમેશભાઈ પાલડી સહીત યુવક મંડળ ના મિત્રો હાજર રહેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો