ખેરંચા ગામે આરાધ્ય કુળદેવી માઁ અર્બુદાની જ્યોતનું ભવ્ય સ્વાગત…**કુમકુમ પગલે માતાજીનું આગમન થતાં સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાયું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

*ખેરંચા ગામે આરાધ્ય કુળદેવી માઁ અર્બુદાની જ્યોતનું ભવ્ય સ્વાગત…**કુમકુમ પગલે માતાજીનું આગમન થતાં સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાયું..*

ખેરંચા તા.શામળાજી : આબુ પર્વતના અધ્ધર બિરાજમાન આરાધ્ય કુળદેવી માઁ અર્બુદાની પવિત્ર જ્યોતનું ખેરંચા મુકામે કુમકુમ પગલે આગમન થતાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને વધામણાં કરવામાં આવ્યાં હતાં. માતાજીની જ્યોતના આગમનથી સમગ્ર ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

આ પાવન અવસરે ખેરંચા ગામના વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે માતાજીની જ્યોતનું સામૈયું કર્યું હતું. પરંપરાગત ધાર્મિક વિધિ-વિધાન સાથે માતાજીનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સૌ ગ્રામજનોએ એકસાથે સમૂહ આરતીમાં ભાગ લઈ માઁ અર્બુદાની આરાધના કરી હતી. ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમીને માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને આસ્થાની અભિવ્યક્તિ કરી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગામના સૌ નાગરિકોની સહભાગિતાએ ધાર્મિક પરંપરા, સામૂહિક એકતા અને સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધાને ઉજાગર કરી હતી. માઁ અર્બુદાના આશીર્વાદથી ખેરંચા ગામ સહિત સમગ્ર સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, એકતા અને સદભાવના જળવાઈ રહે તેવી સૌએ પ્રાર્થના કરી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો