રૂણી સિધ્ધપુર (પાટણ )

માં અંબાના ધામ અંબાજી તરફ
જતાં પદયાત્રિકો માટે શ્રી સદગુરૂ પરીવાર લુણીચાણા દ્વારા સતત ચોથા વર્ષે એક સરાહનીય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર રોડ પર આવેલ રૂની મુકામે બે દિવસીય સેવા કેમ્પ યોજાયો હતો, જેમાં હજારો પગપાળા યાત્રિકોએ સેવાનો લાભ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન પદયાત્રિકોની સુવિધા માટે તાજા ફળોના જ્યુસ, ચણા-મસાલાનો પૌષ્ટિક નાસ્તો, રાત્રિ દરમિયાન સુરક્ષા માટે રેડિયમ પટ્ટી તેમજ થાક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ સેવા યજ્ઞમાં ડૉ. મનોજભાઈ પટેલ, પરબતજી ઠાકોર તથા સદગુરૂ પરિવારના અન્ય અગ્રણી સેવકોએ રાત-દિવસ અવિરત હાજર રહી પદયાત્રીઓની સમર્પિત ભાવે સેવા કરી ધન્યતા અનુભવી હતી. માં અંબાના ભક્તોની સેવામાં લુણીચાણા પરિવારનું આ આયોજન આસપાસના વિસ્તારમાં ભારે પ્રશંસા પામ્યું છે.









