તા.૧૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahodનવરાત્રી
પર્વે દાહોદ જિલ્લામાં ફૂડ વિચેકિંગ ડ્રાઇવ: ૫૫ પેઢીઓની તપાસ અને ૧૭.૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
નવરાત્રીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.ડેઝિગ્નેટેડ ઓફિસર એમ.બી. ગામેતીના માર્ગદર્શન હેઠળ ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ‘ વાન સાથે ગરબા પંડાલો અને ખાણીપીણીના સ્થળોએ આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.૧૧ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરબા ગ્રાઉન્ડ આસપાસની કુલ ૫૫ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીની મદદથી સ્થળ પર જ ૬૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.ગુણવત્તા વગરનો અને એક્સપાયરી ડેટ વાળો ૧૭.૫ કિલો/લીટર અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો.૧૦ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજી વેપારીઓને સ્વચ્છતા અને ફૂડ હેન્ડલિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નફાખોરો સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.

પર્વે દાહોદ જિલ્લામાં ફૂડ વિચેકિંગ ડ્રાઇવ: ૫૫ પેઢીઓની તપાસ અને ૧૭.૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ







