લીંબડીમાં જાણીતા જ્વેલરના બંધ ઘરમાંથી રૂ. 36 લાખના 600 ગ્રામ સોનાના બિસ્કિટની ચોરી

તા.16/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઘરકામ કરતી મહિલા પર આશંકા સેવાતાં પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના ઐતિહાસિક રાજકવિ ચોક વિસ્તારમાં આવેલા જાણીતા અંબિકા જ્વેલર્સના માલિકના ઘરેથી તસ્કરો રૂ. 36 લાખની કિંમતના 600 ગ્રામ સોનાના બિસ્કિટ ચોરી ગયા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. લાખો રૂપિયાના સોનાની ચોરી અંગે લીંબડી પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકના વેપારી આલમ અને રહીશોમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગતો અનુસાર, રાજકવિ ચોક ખાતે રહેતા જ્વેલર હસમુખલાલ ઉર્ફે હર્ષદભાઈ ડાયાભાઈ આદેસરાએ વર્ષ 2021માં પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે જવાનું હોવાથી પોતાની પાસે રહેલા 100-100 ગ્રામ વજનના 6 સોનાના બિસ્કિટ કુલ 600 ગ્રામ એક પાકીટમાં સુરક્ષિત મૂકીને ઘરના બીજા માળે આવેલા માળિયામાં સંતાડ્યા હતા. દર્શનથી પરત આવ્યા બાદ પરિવાર અવારનવાર અમદાવાદ સહિત અન્ય સ્થળોએ અવરજવર કરતો રહ્યો હતો. દરમિયાન, આ સમયગાળામાં ઘરમાં કામકાજ માટે એક નવી મહિલાને ઘરકામ માટે રાખવામાં આવી હતી. જેણે ઘરમાં તમામ રૂમો અને માળિયા સહિતની સઘન સફાઈ પણ કરી હતી. ત્યારબાદ જ્યારે હસમુખલાલભાઈએ માળિયામાં તપાસ કરી તો સોનાના 6 બિસ્કિટ ભરેલું પાકીટ ગાયબ જણાતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
પરિવારમાં સભ્યોની તબિયત નાજુક રહેતી હોવાને કારણે તેમજ ઓપરેશન અને બાદમાં સારવારની પ્રક્રિયા ચાલતી હોવાથી તે સમયે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી શકાઈ નહોતી. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ સફાઈ માટે આવેલી ઘરકામ કરતી મહિલા પર શંકા સેવાઈ રહી હતી. પરંતુ તેણે સોના વિશે કોઈ જાણકારી ન હોવાનો ઈનકાર કર્યો હતો. આખરે કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી માળિયામાંથી રૂ. 36 લાખની કિંમતનું સોનું ચોરી લીધું હોવાની સત્તાવાર ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. લીંબડી પોલીસે આ બનાવની ગંભીરતા જોઈ ગુનો નોંધીને શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરી છે. શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલી જાણીતી જ્વેલર્સની પેઢીના માલિકના ઘરમાંથી લાખોના સોનાની ચોરી થતાં સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો