સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન

તા.16/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

એક યુનિટ રક્ત – અનેક જિંદગીની આશા’ના સંદેશ સાથે ૧૭ સપ્ટેમ્બરે ૩ સ્થળો પર યોજાશે રક્તદાન શિબિર; નાગરિકોને જોડાવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા, સમર્પણ અને વિકાસ’ના ઉદ્દેશ્ય સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તારીખ ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. “એક યુનિટ રક્ત અનેક જિંદગીની આશા”ના સૂત્ર સાથે યોજાનાર આ કેમ્પનો સમય સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ અભિયાનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય તે સુનિશ્ચિત કરવાનો છે. લોકોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા જુદાજુદા ૩ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે. જેમાં જાહેર જનતા તથા એન.જી.ઓ. (NGO)ના સભ્યો માટે એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સરકારી કર્મચારીઓ માટે ગાંધી હોસ્પિટલ અને આ ઉપરાંત સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે રક્તદાન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર દ્વારા તમામ નાગરિકો, સરકારી કર્મચારીઓ અને સેવાભાવી સંસ્થાઓને આ રક્તદાન યજ્ઞમાં મહત્તમ સંખ્યામાં સહભાગી થવા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો