ધ્રાંગધ્રાના મયુરનગરમાં સિલિન્ડર લીકેજથી મકાનમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી હોનારત ટળી

તા.16/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના મયુરનગર વિસ્તારમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં એલપીજી સિલિન્ડર લીકેજ થવાના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને સળગતા સિલિન્ડરને સાવચેતીપૂર્વક બહાર કાઢી આગ પર કાબૂ મેળવતા એક મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, મયુરનગર વિસ્તારમાં આવેલા હકુભાના કારખાના પાસે રવિભાઈ સોમપુરાના રહેણાંક મકાનમાં સવારે આકસ્મિક રીતે ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સવારે આશરે 7:45 વાગ્યે ઇમરજન્સી નંબર 112 પરથી ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર બ્રિગેડને આ હોનારત અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મકાનની અંદર સિલિન્ડર સળગી રહ્યો હોવાથી બ્લાસ્ટ થવાનો ભારે ડર હતો, પરંતુ ફાયર ટીમે જીવના જોખમે પ્રથમ સળગતા એલપીજી સિલિન્ડરને અત્યંત સાવચેતીપૂર્વક ઘરની બહાર નીકાળ્યો હતો. ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર પૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ રાહત અને બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ ચંદુલાલ પરમાર, ફરૂકભાઈ, જયદીપસિંહ તેમજ દર્શનભાઈ સહિતના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સિલિન્ડરમાં લાગેલી આગના કારણે મકાનમાં રહેલા ઘરવખરી અને માલસામાનને નુકસાન પહોંચ્યું છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતાં આગ આજુબાજુના વિસ્તારોમાં ફેલાતા અટકી હતી, જેનાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો