સોનાની ખાણ ધસી પડતાં 67 મજૂરોના મો*ત થયા

સુદાનના પશ્ચિમી કોર્દોફાન પ્રાંતમાં એક ભયંકર હાદસો બન્યો છે. જેમાં નુહુદ શહેર નજીક આવેલી અલ-જારા સોનાની ખાણ અચાનક ધસી પડતાં ઓછામાં ઓછા 67 મજૂરોના મોત થયા છે. મંગળવારની મોડી રાત્રે ખાણનો એક ભાગ અચાનક તૂટી પડ્યોહતો જેના કારણે ઘણા મજૂરો કાદવ-પથ્થરની નીચે દબાઈ ગયા છે. હજુ પણ અમુક લોકો ગાયબ છે અને બચાવ કાર્ય ચાલુ છે.

આ ખાણ રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)ના નિયંત્રણવાળા વિસ્તારમાં આવેલી છે. સુદાનમાં સેના અને આ અર્ધસૈનિક દળ વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે જેના કારણે દૂરના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સ્થાનિક મેડિકલ ગ્રુપ અને બચેલા મજૂરોના જણાવ્યા અનુસાર બચાવ કાર્ય આગળ વધતાં મૃતકોની સંખ્યા વધી શકે છે.

કોર્દોફાન ઓબ્ઝર્વેટરી નામના સ્થાનિક જૂથે જણાવ્યું છે કે, આસપાસની અનેક ખાણની સુરંગો પણ ધસી પડી હતી. 70થી વધુ નાના પાયાના મજૂરો મૃત્યુ પામ્યા છે કે ગાયબ છે. એક બચેલા વ્યક્તિએ કહ્યું કે કેટલાક મજૂરો હજુ પણ જમીનની નીચે ફસાયેલા હોઈ શકે છે. જેમાં સ્થાનિક લોકો સાદા સાધનોથી બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ રેતાળ અને કે,કમજોર જમીનને કારણે કામ મુશ્કેલ બની રહ્યું છે. હજુ સુધી કોઈ વિશેષ તાલીમબદ્ધ બચાવ ટીમ મોકે પહોંચી નથી.

સુરક્ષા વ્યવસ્થાની અભાવને આ હાદસાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. સુદાન આફ્રિકાના મોટા સોના ઉત્પાદક દેશોમાંનો એક છે પરંતુ અહીંનું મોટા ભાગનું સોનું અસંગઠિત અને જોખમી નાના પાયાના ખનનથી નીકળે છે. આવી ખાણોમાં સુરક્ષા નિયમો અને બચાવ સાધનોની ખામી સામાન્ય છે. આ વિસ્તારમાંથી નીકળતું સોનું મોટા પાયે તસ્કરી દ્વારા દેશ બહાર મોકલવામાં આવે છે અને RSF માટે આ એક મહત્વનો આવકનો સ્ત્રોત છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો