તારીખ ૧૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
સેવા સંકલ્પ અભિયાન વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કાલોલ કુમાર શાળા ખાતે ધોરણ છ થી આઠ ના બાળકોની વિકસિત ભારત થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ ભૌમિકભાઈ ગોસ્વામી હતા સાથે સાથે કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપ ઉપપ્રમુખ મોન્ટુ ગોસાઈ અન્ય ભાજપના સભ્યઓ,ટી .પી. ઈ.ઓ હિતેશભાઈ ભાટિયા અને કાલોલ નાગરિકો અને વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોને વિઝન ૨૦૪૭ અન્વયે ભારતની વિકાસ યાત્રા સંદર્ભે બાળકોને સંબોધ્યા હતા.જ્યાં શાળા પરિવારે આવનાર તમામ નો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.









