તારીખ ૧૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે આવેલ એમ. એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા નેશનલ ટાસ્ક ફોર્સ અંતર્ગત તા.16 સપ્ટેમ્બર, 2026 (બુધવાર) ના રોજ સવારે 10:30 કલાકે World Suicide Prevention Day નિમિત્તે વિશેષ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ લાવવી, માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવું તથા મુશ્કેલીના સમયમાં વાતચીત અને યોગ્ય સહાય મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન “ Changing the Narrative on Suicide – Start the Conversation, Save a Life ” સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને સંવેદનશીલતા, સહાનુભૂતિ અને એકબીજાને મદદ કરવાની ભાવના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ વેબિનારમાં ડૉ. પાર્થ સોની (Psychiatrist) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખૂબ જ સરળ, રસપ્રદ અને સંવાદાત્મક રીતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને માનસિક સ્વાસ્થ્ય, તણાવ તથા મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ મેળવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. તેમની સરળ રજૂઆત, ઉદાહરણો અને વિદ્યાર્થીઓ સાથેની સક્રિય વાતચીતને કારણે કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ અને અસરકારક બન્યો હતો.કાર્યક્રમમાં કોલેજના મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન સક્રિય ભાગ લઈને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. કિશોર વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન ડૉ. અજય સોની (Associate Professor, M.Com. – H.O.D.), તેમજ Co-Invitee પ્રો. I. P. Macawn (Associate Professor – English) અને Co-Invitee પ્રો. પ્રવીણ જાંબુ (Associate Professor – Psychology) ની ઉપસ્થિતિ રહી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં જાગૃતિ, સંવાદ અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. “તમે એકલા નથી, મદદ હંમેશા ઉપલબ્ધ છે” જેવા સંદેશ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું.










